________________
૧૪૫
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
ફક્ત પેટ ભરવા માટે, સંયમાદિનું સુચારુ પાલન કરવા માટે જ. લુકખ-સુખુ ભોજન કરવાનું છે. માલ-મલીદા ઉડાવાના નથી.
અને શરીર જેટલું મજબૂત બનશે તેટલા ભોગો વધશે. પ્રાયઃ કરીને અલમસ્ત શરીરવાળો તપશ્ચર્યા ઓછી કરશે. આજ શરીરની દગાબાજી છે.
કોઈક જ હૃષ્ટ પુષ્ટ શરીર વાળા તપશ્ચર્યા-પરોપકાર અને સંયમ સાધનામાં અગ્રેસર જોવા મળે છે.
શરીરને સાચવવા છતાં આ શરીર ભોગ અને પાપમાં આસક્ત બનીને આત્માને દુઃખી કરી દે છે માટે જ વિશ્વસનીય નથી.
આ શરીરમાં ક્યારે રોગનો પ્રવેશ થશે એની ખબર નહિ પડે. તમે ઈળ્યું હશે કે કાલે ઉપવાસ કરીશ પણ શરીર બીજા જ દિવસે ફરિયાદ કરશે આજે માથુ દુઃખે છે તાવ છે, એમ કરીને તપમાં અંતરાય આવશે.
માટે જ્યાં સુધી શરીર સશક્ત હોય, સારું હોય ત્યાં સુધી સુકૃત કરી લો. શરીર ક્યારે દગો દેશે એ કહેવાય નહિ.
* એક ભાઈને માસખમણ કરવાની ઈચ્છા. શરીર સારું અને તંદુરસ્ત હતું પણ એકાએક અસાધ્ય રોગ આવી ગયો અને એમની ભાવના અધૂરી રહી ગઈ.
* એક ભાઈને ઘરનું તમામ કામકાજ સમેટી બે વર્ષમાં દીક્ષા લેવાની ઈચ્છા હતી. પત્ની-પુત્રી આદિની વ્યવસ્થા થઈ જાય પછી વિચારીએ. છેવટે બધી જ વ્યવસ્થા, સમય, અને સંયોગો અનુકૂળતા થતા ગયા પણ દીક્ષાના મનોરથ પૂર્ણ થાય એ પહેલાંજ શરીરમાં કેન્સરનો રોગ થઈ ગયો. દીક્ષા લઈ ન શક્યા.
આવા સેંકડો દાખલા આપણને મળશે.
આ શરીર એટલે કાચનો કુંભ. ક્યારે ફૂટી જાય એની ખબર પડે નહિ. એટલે અશુચિમય શરીર ઉપર તું અત્યધિક રાગ ના કર. એના મમત્વને છોડ. પૂર્વના મહાપુરૂષોમાં જુઓ- ગજસુકુમાલ.
ભગવાન નેમિનાથના ચરણમાંદેવકીનો લાડકવાયો અને કૃષ્ણના ભાઈ ગજસુકુમાલે દીક્ષા લીધી. મોક્ષે જવાની તાલાવેલી હતી ભગવાનની રજા લઈ સ્મશાને જાય છે. કાઉસ્સગમાં રહે છે. માતાએ કહ્યું હતું કે હે પુત્ર, તું દીક્ષા તો લે પણ હું જ તારી છેલ્લી મા બનું હવે તારે કોઈ મા કરવી નહિ. કેવી