________________
૧૪૪
અશુચિભાવના
કરી. છેવટે હાથમાં ખંજર લઈને મારવા ગયા. જો કે એનું પુણ્ય પરવારી ગયું હતું એટલે છેવટે એ જ દુર્જન ધવલ મરણ પામ્યો. અને સાતમી નરકે ગયો. ટુંકમાં શ્રીપાલે સેંકડો ઉપાયો એને બચાવવા કર્યા છતાં ધવલ સજ્જન ન બન્યો.
તમે શરીર સુશોભિત બને માટે એને શણગારો છો. પણ ધ્યાનમાં રાખશો કે એમાં કદાચ શરીર સુંદર લાગશે પણ સુંદર બનશે નહિ.
જાતને શણગારવામાં જે ખર્ચા થાય છે તે સંસાર વૃદ્ધિનું કારણ બનશે.
જગપતિને શણગારવામાં જે ખર્ચા થાય છે તે સંસાર અંતનું કારણ બનશે.
શરીરને શણગારવા પાછળ તો દ્રવ્ય અને સમયનો ગમે તેટલો ભોગ આપો પણ એનો કોઈ મતલબ નથી.
ગંદી ગટર ઉપર સ્ટેનલેસ સ્ટીલનું ઢાંકણ ચઢાવવાથી અંદરની ગટર-ગટર મટી જતી નથી.
સડેલા સફરજન ઉપર આકર્ષક પેકીંગ ચઢાવવાથી અંદરનો માલ સુધરી જતો નથી.
તમે શરીરને હૃષ્ટપુષ્ટ કરો. તો પણ એ તમને સાથ-સહકાર નહિ આપે એ તમારા ઉપર અપકાર જ કરશે. કેમકે શરીર સ્વયં દગાબાજ છે. શરીરને ભોજન આપવાના છ કારણો છે.
- ક્ષુધા વેદનીયને શાન્ત કરવા માટે
- વૈયાવચ્ચ- સેવા ભક્તિ કરવા માટે
- ઈાંસમતિ પાળવા માટે
- સંયમ નિરાબાધપણે પાળવા માટે
પ્રાણ ધારણ કરવા માટે
- ધર્મ ચિંતન કરવા માટે
આ છ કારણ સિવાય ભોજન કરવાનું હોતું નથી. આજે માણસ
જીભ ને રાજી રાખવા માટે ખાય છે. શરીર ને હષ્ટ પુષ્ટ બનાવવા માટે ખાય
છે.
.