________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
૧૪૩
कर्पूरादिभिरचितोऽपि लशुनो नो गाहते सौरभं ना जन्मोपकृतोऽपि ह्त पिशुनः सौजन्य मालम्बते । देहोप्येष तथा जहाति न नृणां स्वाभाविकी विस्त्रतां नाभ्यक्तोऽपि विभूषितोऽपि बहुधा पुष्टोऽपि विश्वस्यते ॥३॥
કપૂર વિગેરે સુગંધી પદાર્થો વડે લેપન કરવા છતાં જેમ, લસણ સૌરભ ફેલાવતું નથી. જીંદગીભર ઉપકાર કરવા છતાં દુષ્ટ માણસ જેમ સૌજન્ય પ્રાપ્ત કરતો નથી. તે પ્રમાણે આ શરીરને પણ ગમે તેટલું શણગારો જમાડો, કે અનેક રીતે પુષ્ટ કરો તો પણ તે તેની સ્વાભાવિકી દુર્ગધ છોડશે નહિ!
આ શ્લોકમાં ઉપાધ્યાયજી મહારાજ શરીરને લસણની ઉપમા આપે છે. અગાઉ શરીરને મદિરાઘટ અને કાદવ ઉકરડાની ઉપમા આપી છે. આ રીતે શરીરને ૩ ઉપમા આપી છે બીજી એક વાત એ કહી છે કે દુર્જન-દુષ્ટ માણસ ઉપર તમે ગમે તેટલા ઉપકાર કરો છતાં તે સુધરતો નથી.
લસણ જેવું દુર્ગધમય અને દુર્જન જેવું અવિશ્વસનીય આ શરીર છે. શરીરની દુર્ગધ ક્યારે જશે નહિ અને શરીર ક્યારે દગો આપશે તે કહેવાય નહિ.
લસણ ઉપર કપુર અત્તર કે બીજી સુગંધી વસ્તુઓ નાખવામાં આવે તો પણ લસણ દુર્ગધ છોડશે નહિં. સુગંધ ફેલાવશે નહિ. દુર્ગધ જ રહેવાની. તેવી રીતે શરીર ઉપર સુગંધી દ્રવ્યના લેપ કરવા છતાં દુર્ગધવાળુ જ રહેવાનું છે. આવા દુર્ગધમય શરીર ઉપર આંધળો સ્નેહ ના રાખ.
બીજી વાત એ છે કે શરીર દગાબાજ છે. કોઈ દુષ્ટ ઉપર તમે ઉપકાર કરો, એને ઉગારો અને એને ઊંચે લાવવાના તમામ પ્રયત્ન કરો પણ દુર્જન એની દુર્જનતા છોડતો નથી.
શ્રીપાળકુમારે ધવલ શેઠ ઉપર અગણિત ઉપકાર કર્યા હતા મલેચ્છરાજાના ત્રાસમાંથી છોડાવ્યા, ન ચાલનાર વહાણ ચાલતા કર્યા. કોંકણના રાજાએ દેહાંતદંડની સજા કરી તો એમાંથી પણ બચાવ્યો. આવા તો સેંકડો ઉપકારો કર્યા છતાં પણ ધવલ શેઠે પોતાની દુર્જનતા ન છોડી. એક વાર શ્રીપાળને સમુદ્રમાં પધરાવી દીધા. એક વાર રાજાને ખોટી કાન ભંભેરણી