________________
૧૪૧
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧
બનવા કાળ બની ગયું. મહેલમાં સોપો પડી ગયો. ચારે બાજુ આજંદ છવાઈ ગયો. રાજ્યમાં હાહાકાર થઈ ગયો કેમ કે શેઠ રાજમાન્ય હતા અને લોકપ્રિય હતા. છેવટે રાજ્યના માણસો દ્વારા બાળકની લાશ મેળવવામાં આવી અને તપાસના અંતે ખની ચોર પણ પકડાઈ ગયો. એને જેલમાં પુરવામાં આવ્યો. હાથે પગે બેડી નાંખી દીધી. જેથી જેલમાં રહીને પણ છટકી ન શકે.
આ તરફ એક વાર શેઠ રાજાના નજીવા ગુન્હામાં સપડાયા અને રાજા પણ શેઠ ઉપર બરાબર ગુસ્સે ભરાયા. એક વખતના મિત્ર-માનીતા એવા શેઠને રાજાએ કારાગૃહમાં પૂર્યા પણ વિચિત્રતા એ હતી કે જે કારાગૃહમાં પોતાના પુત્રનો ખુની ચોર હતો તેજ કારાગૃહમાં એક પેગડામાં ચોર અને બીજા પૈગડામાં શેઠને નાંખ્યા. એક બેડીના બે પૈગડા-એકમાં શેઠનો પગ બીજામાં ચોરનો પગ.
શેઠને એટલી છૂટ આપવામાં આવી હતી કે ઘેરથી ઈષ્ટભોજન લાવીને જમવું. એટલે શેઠાણી જમવાની વેળાયે ટીફીન લઈને આવ્યા. પ્રેમથી શેઠને જમાડ્યું. ચોર જોતો રહી ગયો અને શેઠાણી જમાડીને ચાલ્યા ગયા. સાંજે શેઠને કુદરતી હાજતે જવાનું થયું એટલે ચોરને કહ્યું કે ચાલ મારી સાથે મારે હાજત કરવા જવું છે કેમ કે એકને ક્યાંય પણ જવું હોય તો બીજા ની જરૂર પડે જ એ રીતે બને બંધનગ્રસ્ત હતા. ચોરે ઘસીને ના પાડી દીધી હું નહિ આવું. છેવટે શેઠ બહુ કરગર્યા એટલે ચોરે કીધું કે તમારા ઘેરથી જે ભોજન આવે છે તેમાંથી મને પણ આપો તો જ હું તમારી વાત માનું.
પુત્રના ખૂનીને ભોજન...! શેઠ વિચારમાં પડી ગયા પણ છૂટકો જ ન હતો એટલે ક-મને ચોરની વાત કબૂલી. એટલે ચોરે પણ શેઠને હાજત વગેરે જવામાં સહાય કરી.
બીજા દિવસે શેઠાણી ઘરનું સ્વાદિષ્ટ ભોજન લઈને આવ્યા પ્રેમથી શેઠને જમાડે છે.
ત્યારે શેઠે પણ એ ભોજન ચોરને આપ્યું. આ જોઈને શેઠાણી રાતાચોળ થઈ ગયા. આ શું? મારા વ્હાલા દિકરાના મારનારને ભોજન કરાવવાનું? કોણ ઈચ્છે પુત્રખૂનીને ભોજન આપવાનું, એ વખતે તો શેઠાણી કશુ જ ન બોલ્યા. ચાલ્યા ગયા પણ મનમાં મૂંઝવણ થવા લાગી.
અને પછી તો રોજનો શિરસ્તો બની ગયો. રોજ શેઠાણી જાય. શેઠને