________________
૧૩૯
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧
શરીરને સ્વચ્છ રાખવા માટે માણસ વારંવાર સ્નાન કરે છે. ઋતુ પ્રમાણે ભારે માહ્યલા સાબુનો ઉપયોગ કરે છે. શરીરની દુર્ગધ દૂર કરવા માટે ચંદનનો લેપ કરાય છે. શરીર ઉપર અત્તરનો છંટકાવ કરવામાં આવે છે.
કદાચ ક્ષણભર માટે શરીર સુગંધમય બની જશે પણ વળી પાછો પરસેવો થશે અને દુર્ગધ ચાલુ થઈ જશે. તમે ગમે તેટલો પ્રયત્ન કરો પણ શરીર સ્વચ્છ થશે જ નહિ. ઉકરડાના ઢગલાને કેવી રીતે સાફ કરી શકાય?
દુર્ગધ મારતો કચરાનો ઢગલો હોય અને એના ઉપર તમે એકાદ-બે બોટલ સેન્ટની ઠાલવી દો તો શું એ દુર્ગધ દૂર થશે ખરી? ન જ થાય ને?
બસ ત્યારે જેમ ઉકરડાને સ્વચ્છ કરી શકાય નહિ તેમ આ શરીરને પણ સ્વચ્છ કરી શકાતું નથી.
માણસ ઘસી-ઘસીને સ્નાન કરે, સારી બ્રાન્ડના સાબુ વાપરે અને પછી એ માને કે હું સ્વચ્છ થઈ ગયો છું. મારો બધો જ મેલ જતો રહ્યો છે તો આ માન્યતા ભૂલભરેલી છે. એની નરી ભ્રમણા છે એ ભ્રમણામાં મૂઢાત્મા જીવે છે અને શરીર પ્રત્યે પાગલ બની જાય છે.
જો કે બાહ્ય રીતે શરીરને ચોખ્ખું રાખવું પડે છે અને એટલે સ્નાનાદિ કરાવવું પડે છે. શરીરને ભોજનવિગેરે પણ કરાવવું જરૂરી છે. ધર્મ આરાધના અવસરે પણ શરીરની પવિત્રતા રાખવી જરૂરી છે. એટલે સ્નાન, ભોજન એ જરૂરી તો ખરું જ...પણ...
શરીર ઉપર રાગ નહિ, આસક્તિ નહિ. સ્નાન કરવું પડે છે. માટે કરો. ભોજન કરવું પડે છે માટે કરો. પણ રાગથી નહિ, પ્રેમથી નહિ બધું જ ઉપેક્ષા અને તિરસ્કારથી કરો. સાચવવા ખાતર સાચવો. ખવડાવવા ખાતર ખાઓ. જુઓ. તમને એક શેઠનું દ્રષ્ટાંત આપું..
એક નગરમાં એક શેઠ રહેતા હતા. આમ તો સુખી અને સંપન્ન હતા. ગામમાં સારું માન હતુ અને રાજમાન્ય પુરૂષ હતા. ઘરે નોકરચાકર પણ ઘણા હતા. પ્રેમાળ પત્નિ હતી. ખોટ હતી ખોળાનો ખુંદનારની.
ઘણી માનતા-આખડી-ચાખડીએ છેવટે શેઠાણીને પુત્ર પ્રાપ્તિ થઈ. માણસને સુખ મળે છે પણ પરિપૂર્ણ સુખ તો નથી જ મળતું. શેઠશેઠાણીનો હવે સુખનો સુરજ ઉગ્યો છે ઘેર પારણું બંધાયું છે.
જન્મની ખુશાલીમાં શેઠે ગામને મીઠું મોં કરાવ્યું. ઉત્સવની ઉજવણી