________________
૧૪૨
અશુચિભાવના આપે અને શેઠ ચોરને આપે જો ન આપે તો શેઠને તકલીફ હતી.
થોડા દિવસમાં શેઠ કેદમાંથી મુક્ત થઈ ગયા અને ઘેર આવ્યા. આવતાંની સાથે જ શેઠાણી ગુસ્સે ભરાયા. કેવા વિચિત્ર છો તમે? તમારો જીવ કેમ ચાલ્યો? શેઠ શેઠાણીને ઠંડી પાડતા કહે કે અરે શું થયું? આટલા ગુસ્સામાં કેમ છો? મને વાત કરો તો ખબર પડે ને?
શેઠાણી કહેશું વાત કરું? તમે રોજ રોજ આપણા ઘરનું ભોજન આપણા જ લાડકવાયાના હત્યારાને કેમ આપતા હતા? જેના પ્રત્યે તિરસ્કાર રાખવાનો હોય, જેની ઉપેક્ષા કરવાની હોય અરે જેનું કાળુ મોં પણ જોવાનું ન હોય એને ભોજન?
આપણા લાડકા દિકરાના મારતા એનો જીવ કેમ ચાલ્યો હશે? કેવી રીબામણ થઈ હશે પુત્રને? આવા પુત્ર ખૂનીને તમે ભોજન આપી શકો કેવી રીતે. બસ આ વાત ઉપર મને ખોટું લાગ્યું છે.
શેઠ બોલ્યા અરે ગાંડી હું પણ સમજુ છું કે પુત્રના ખૂનીને ભોજન ન અપાય. મારા કાળજામાં કેટલો આર્તનાદ હતો પણ મારે ન છૂટકે એને ભોજન આપવુ પડયું કેમ કે અમે એક જ હેડમાં બંધાયા હતા માટે મારે કુદરતી હાજતે જવા વખતે એના સહારાની જરૂર હતી. એટલે જ હું એને ભોજન આપતો હતો પ્રેમથી નહિ. જ્યારે જ્યારે ભોજન આપું ત્યારે ત્યારે મારી આંખ તિરસ્કારથી ભરાઈ જતી હતી. સતત મને એજ વાત સતાવતી હતી કે પુત્રખૂનીને હું ભોજન આપું છું. આપવું તો ન હતું છતાંય આપવું પડે છે. આ સાંભળી શેઠાણીનો ક્રોધ શાન્ત પડયો.
આ કથા કહી શાસ્ત્રકારો આપણને જણાવે છે કે જેમ પુત્રખૂનીને ભોજન તિરસ્કારથી આપવું પડે છે તેમ શરીરને પણ રાગથી, કે પ્રેમથી નહિ પણ અનાસક્ત ભાવે નિર્લેપપણે સાચવવાનું છે. આ શરીર આરાધનામાં સહાય આપે ટકી રહે નાશ ન પામે એટલે ભોજનાદિ આપું પણ એના પ્રત્યે પ્રેમ તો નહિ જ આસક્તિ તો નહિ જ.
જ્યારે જ્યારે શરીરને ભોજનાદિ આપવું પડે છે ત્યારે આંખમાં આંસુ હોય હૃદય રડતું હોય. ભારે વેદના હોય. શું થાય ન છૂટકે શરીરને સાચવવાનું છે. બસ આવી ભાવના શરીરનો મોહ ઓછો કરાવશે રાગ મંદ પડવાથી આત્મચિંતન વધુ થશે.