________________
૨૮
અનિત્ય ભાવના તું એવી ઠોકર ખાઈશ કે આરસી સામે જોઈશ તો
આરસી પણ શરમાઈ જશે.” જરા વિચાર તો કરો જ્યારે તમે ૧૪-૧૫ વર્ષના હતા ત્યારે કેવા લાગતા હતા અને અત્યારે કેવા લાગો છો?
એક તમારો ૧૫-૧૭ વર્ષનો ફોટો હોય અને એની બાજુમાં જ બીજો ૬૫-૭૦ વર્ષનો (હાલની ઉંમરનો) ફોટો મૂકવામાં આવે તો તમને ક્યો ફોટો ગમે? સાચું કહેજો! કહેવા ખાતર કહેવું નથી...!
સભા - નાની ઉંમરનો જ ગમે ને?
વાહ સરસ વાત કરી. એટલે હાલના તમે તમને જ ગમતા નથી તો બીજાને શું ગમો ! (હસાહસ)
જરા ધ્યાનથી એકાગ્રતાથી વિચારજો કે શરીર ક્ષીણ થશે પછી તું શું કરીશ.
“કાયા હજી રાજી છે, હાથમાં હજી બાજી છે,
ત્યાં લગી પ્રભુને અરજી કરી લેવાની તક હજી તાજી છે.”
કાયા પડી ગઈ પછી કશું જ નહીં કરી શકો. આ શરીર ક્યાં સુધી ટકે. જેટલું આયુષ્ય હોય તેટલા સમય સુધી જ શરીર ટકશે. આયુષ્ય પૂરું થયું કે શરીર વિદાય, અને આયુષ્ય પણ ચંચળ છે. પાણીના પરપોટા જેવું છે. માટે શરીરની અનિત્યતા બતાવ્યા બાદ હવે આયુષ્યની અનિત્યતા બતાવે છે. કેવું છે આયખું આપણું, એ જોઈએ
तु आयुर्वायु तरत्तरंगतरलं लग्नापद : संपद :
सर्वेडपीन्द्रिय गोचराश्चटुला : सन्ध्याभ्र रागादिवत् । मित्र स्त्री स्वजनादि संगम सुखं स्वप्नेन्द्र जालोपमं तत्कि वस्तु भवे भवेदिहमुदामालम्बनं यत्सताम् ॥१०॥
આયુષ્ય પવન જેવું ચંચળ છે, સંપત્તિઓ આપત્તિઓને લાવનારી છે. બધી જ ઈન્દ્રિયોના વિષયો સધ્યાના વાદળા જેવા નાશવંત છે. મિત્ર, સ્ત્રી, સ્વજન આદિના સંગમનું સુખ સ્વપ્ન અને ઈન્દ્રજાળ સરખું છે. આ સંસારમાં એવી કઈ વસ્તુ છે કે જે સજજનોને આલંબન રૂપ