________________
પર
અશરણ ભાવના
કર્યો.. કેવી ગંભીર વાત મુનિએ સાહજિક ભાવે કરી દીધી. પણ શ્રેણીક સમજ્યો નહિ તેણે હસતા હસતા કહ્યું કે જો એમ જ છે તો હું તમારો નાથ, આવી જાવ મારે શરણે અને યથેચ્છ સુખો ભોગવો ને માનવ જન્મ સફળ કરો.
આ સાંભળી મુનિએ કહ્યું કે હે રાજન! તું સ્વયં અનાથ છે. તો મારો નાથ ક્યાંથી બનીશ?
રાજા કહે કે મારી પાસે વિપુલ સંપત્તિ, હજારો હાથી-ઘોડા-પાયદળ મોટું રાજ્ય છે. હું મોટા અંતપુરનો માલિક છું. અનેક રાજાઓ મારી આશા માને છે. મારી પાસે ઉત્કૃષ્ટ સમૃદ્ધિ છે. પ્રજાજનો મારી તમામ ઈચ્છા પૂર્ણ કરનાર છે. આ બધાનો હું નાથ છું. શાસક છું પછી હું અનાથ ક્યાંથી?
મુનિ કહે છે કે હે રાજન, નાથ અને અનાથ એટલે શું એનું સાચું તાત્પર્ય તમે સમજ્યા નથી. હું કેવી રીતે અનાથ હતો તે તમને સમજાવું છું...
આમ કહી મુનિએ પોતાની આત્મકથાનો પ્રારંભ કર્યો. કૌશામ્બીનગરી, કરોડો રૂા.ની સંપત્તિ, અઢળક સુખ અને સાહ્યબીભર્યા મારા જીવનમાં અનેક ગુણનિધાન કન્યા સાથે માતા-પિતાએ મને પરણાવ્યો. યૌવનકાળના સુખભર્યા દિવસોમાં મને આંખમાં તીવ્ર વેદના ઉત્પન્ન થઈ. મારા આખા શરીરમાં તીવ્ર દિહ પેદા થયો. પ્રચંડ વેદના પેદા થઈ. શરીરનું એક પણ અવયવ બાકી ન રહ્યું કે ત્યાં શાન્તિ હોય. મન સર્વથા બેચેન બની ગયું. રાત્રે ઊંઘ ન આવે દિવસે ખાવાનું ન ભાવે, ચારે બાજુ ચકળવિકળ જોયા કરું, ભયંકર પીડા મારા દેહમાં ઉત્પન્ન થઈ ગઈ. મારા માતા-પિતા, ભાઈ-બહેન, પત્ની, સ્વજનો કોઈ પણ આ વેદનામાંથી મને બચાવી શકે તેમ ન હતા.
ત્યારે મારા પ્રેમાળ અને વાત્સલ્યમય પિતાજીએ કુશળ વૈદ્યોને બોલાવ્યા. ચિકિત્સકો ચિકિત્સા કરવા લાગ્યા. ઉત્તમ બાવળના ચંદન ઘસીને મારા શરીરે લેપ કરવા લાગ્યા જેથી ઠંડક મળે. પણ વ્યર્થ છે! આ બધાજ ઉપાયો કારગત નિવડયા નહિ. રોગમુક્ત મને કોઈ કરી શક્યું નહિ. વૈદ્યોની દવા પણ નિષ્ફળ ગઈ. અતિમુલ્યવાન ઔષધ આણવામાં આવ્યા છતાં મારો રોગ ગયો નહિ. હે રાજનું આ અનાથતા નથી તો બીજું શું છે ! આના જેવી બીજી કઈ કરૂણતા મારા જીવનની હોઈ શકે. પિતાજી ન બચાવી શક્યા. વૈદ્યો ન ઉગારી શક્યા. છતી સંપત્તિ રોગ મુક્તિમાં નિમિત્ત ન બની શકે એ મારી મોટી અશરણતા છે વળી.. મારી માતા. હેમગધપતિ!. મારી પ્રિય બહેનમારો વ્હાલો ભાઈ પણ મને રોગમુક્ત કરી ન શક્યા. બધા શોકાતુર