________________
સંસાર ભાવના
આ શ્રી યંત્ર કેવી રીતે બનાવ્યું હશે ? પછી પુત્ર-પુત્રાદિ પરિવારની ચિંતાઓ આવી. અને આમ સુખ-દુઃખની ઘટમાળ ચાલતી જ હતી ને મરણની જાણે બહેન ન હોય કે સખી ન હોય તેવી જરા આવી ને ઊભી રહી. આંખો ઉંડી ઉતરી ગઈ, દાંત પડી ગયા, વાળ ધોળા થઈ ગયા, શરીર માટીનું ઢેફુ બની ગયું. લોકો હવે ડોસો કહેવા લાગ્યા, કિંમત વગરનો, કોડીનો હવે બની ગયો. માટે જ તમે કહો છો ને કોઈ મરી જાય ત્યારે બિચારો છૂટયો ? પણ કોણ છૂટયું ?એ કે તમે ? કોઈ મરી જાય ? ત્યારે શ્રદ્ધાંજલિ તો બહુ જ સારા શબ્દોમાં આપો છો
૭૨
“કુલ ગયું અને ફોરમ રહી” પણ મનમાં તો બોલો છો.....
“ઝાડ ગયું ને જગ્યા થઈ”
આવા સ્વાર્થમય સંસારમાં જીવ દુઃખનો જે અનુભવ કરે છે તેનું વર્ણન કરવું પણ મુશ્કેલ છે. વળી પણ આગળ શું કહે છે તે જોઈએ.
विभ्रान्तचित्तो बत बम्भ्रमीति, पक्षीव रुद्धस्तनुपञ्जरेंगी । नुन्नो नियत्या तनु कर्म तन्तु-सन्दानितः सन्निहितान्तकौतु: ॥ अनन्तान् पुदगला वर्ताननन्तानन्तरुपभृत् । अनन्तशो भ्रमत्येव जीवोऽनादि भवार्णवे ॥ ५ ॥
પક્ષીની જેમ પાંજરામાં પુરાયેલો આ જીવ નિયતિ અનુસારે ભારે કર્મોના દોરડાથી બંધાયેલ કાળ બિલાડા પાસે રહેલો દિશા શૂન્ય બની ભમે છે.
અનંતા અનંત પુદ્ગલ પરાવર્તના ભ્રમણમાં જીવ અનંત શરીરોને ધારણ કરે છે. અનાદિ ભવસંસારમાં જીવ અનંતીવાર ભમે છે.
સંસાર એક પ્રકારનું પાંજરૂં છે એમાં રહેલ જીવ ભ્રાન્ત ચિત્તવાળો થઈ ને ભમે છે. ભમવાનું કારણ છે. ભવિત્તવ્યતા. એટલે નિયતિ અનુસારે જીવનું ભ્રમણ ચાલુ જ રહે છે. જ્યારે કાળ પરિપાક થાય ત્યારે જ કર્મ મુક્ત બનાય છે.
પરમાત્માએ દરેક કાર્યની પાછળ પાંચ કારણ બતાવ્યા છે. કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, કર્મ, પુરૂષાર્થ.....