________________
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧
૧૨૧
ભલે તમે ન કહો પણ અમે સમજી ગયા છીએ. માટે જ વિનય વિજય જી મહારાજ કહે છે- હે, મૂઢ, આટલો દુઃખી બન્યો છે.છતાં પુનઃ કેમ ત્યાં જ જાય છે ? તારી મુર્ખામીની પણ હદ હોવી જોઈએ. કીડી તો અજ્ઞાની છે.તું તો મનુષ્ય છે એક વાર કડવા અનુભવો થયા પછી વિચારવું જોઈએ. કંઈક બોધ પ્રાપ્ત કરવો જોઈએ. એકની એક ભૂલ બે વાર કરવી કે વારંવાર કરવી તે બુદ્ધિમતા નથી. મૂર્ખતા છે.
એટલે હવે તું તારો રાહ બદલ. પુદ્ગલમાંથી મનને પાછું ખેચી લે. નરક નિગોદ અને તિર્યંચગતિમાં ઘસડી જનાર ઈચ્છાઓ ઉપર કાબુ રાખ. પુદ્ગલ પ્રત્યે વિરક્ત બનો અને આત્મહિત થાય એ મુજબની પ્રગતિ કરો. પ્રયત્નશીલ બનો. આત્મકલ્યાણ એજ સાધના છે
પાયા વિનાના મકાનો જેમ ટકતા નથી તેમ વૈષથિક સુખો ક્યારેય આત્માને સુખી કરી શક્તા નથી
ज्ञान- दर्शन चारित्र केतनां चेतनां विना
सर्वमन्यत् विनिश्चित्य यतस्व स्वहिताप्तये ॥ ५ ॥
જ્ઞાન-દર્શન અને ચારિત્રમય ચેતના (આત્મા) વિનાના બાકીના બધા પદાર્થો અન્ય તેવો નિશ્ચય કરીને આત્મહિત માટે તું યત્ન કર ! આત્મા જ્ઞાનાદિ ગુણો યુક્ત છે એના સિવાયના જે પદાર્થો છે તે બધાં જ પરાયા છે. ઈન્દ્રિયોના વિષયો, પુદ્ગલના પદાર્થો વિગેરેનો ભોગ જીવન માટે કરવાનો છે તેમાં આસક્તિ ન હોવી જોઈએ. સંસાર ભોગવવા છતાં સંસાર પ્રત્યે વૈરાગ્ય હોય, મન એનું નિર્લેપ હોય.
જ્ઞાની અને અજ્ઞાની બન્નેના દ્રષ્ટિકોણ ભિન્ન હશે. જ્ઞાની વસ્તુનો ભોગઉપભોગ કરવા છતાં તેમાં લેપાતો નથી, શાસ્ત્રમાં કહ્યું છે કે સાધુ, સાધ્વી આહાર લે તો તે સૌંદર્ય વધારવા માટે નહિ પણ શરીર ટકાવવા માટે, વસ્રો પહેરે તે સારા દેખાવા માટે નહિ પણ શરીર ઢાંકવા માટે. આહારાદિ પદાર્થો નો ઉપયોગ સંયમ નિર્વાહ માટે કરવાનો હોય છે. માટે મુનિનું ભોજન પણ આત્મ કલ્યાણ માટે હોય છે. હરિભદ્રસૂરિ મ. જણાવે છે કે.. સાધુની તમામ ક્રિયા સ્વરૂપ ધર્મ વ્યાપાર તે યોગ છે. અને તે મોક્ષની સાથે જોડનાર હોવાથી તેને યોગ કહેવાય. એટલે સાધુને ભોજન કરવું. કાપ કાઢવો, ગોચરી લેવા