________________
૧૨૪
અન્યત્વ ભાવના
છે વિનય, તારા ઘરને સંભાળ.
શરીર-સંપત્તિ, સુત-ધર કે સ્વજન વિગેરેમાં તારું કોણ છે કે જે દુર્ગતિમાં પડતાં તને બચાવશે.? ૧
અતિ મોહચી જેને તું તારું ગણે છે તે શરીર પણ અતિ ચંચળ છે. તને એ ખિન્ન કરીને શિથિલ અને પરાસ્ત કરી દેશે. ૨
પ્રત્યેક જન્મમાં તું કુટુંબ કબિલા રચે છે, વિવિધ પ્રકારના પરિસર ભેળાં કરે છે, પણ જ્યારે તારે પરમવગમનનો અવસર આવે છે, ત્યારે એ બધું જ અહિં જ રહે છે. ઘાસનું તણખલું પણ તારી સાથે આવતું નથી. ૩.
આસક્તિ અને આવેશને વધારનાર મમત્વને છોડ. પરપદાર્થોના સંગને છોડ. તેનો સંપર્ક, આકાંક્ષા છોડ. અને નિઃસંગતા વડે અનુભવરસના અભિરામ સુખનો અનુભવ કર.
તારું ઘર સંભાળ -
તારું ઘર કયું? તું ક્યાં રહે છે? જરા યાદ કર, તું કોણ છે? વિનય, નિમાયનિન ભવનમ્-ઉપાધ્યાયવિનયવિજય મહારાજ પોતાના આત્માને ઉદ્દેશીને ભવ્ય પ્રાણીઓને જણાવે છે કે હે વિનય, તારું ઘર સંભાળ. બોલો, તમારું ઘર ક્યું? તમે રહો છો તે બંગલો?
સભા - હા, સાહેબ એ જ અમારું ઘર છે ને?
બસ ત્યારે, ત્યાં જ તમે માર ખાઈ જાઓ છો. ખરેખર તમારું ઘર એટલે આત્માનું સ્થાન. દરેક ભવમાં તમે ઘર માટે ઝઝુમ્યા છો. મનુષ્ય ઘર માટે... કીડી દર માટે.....
પંખી માળા માટે સંઘર્ષ કરે છે. પણ આત્માના સ્થાનનો કોઈએ વિચાર કર્યો નથી. તમારી જાતનું તમે નિરીક્ષણ કરો. હું શાશ્વત આત્મા છું. "एगो मे सासओ अप्पा नाणदंसण लक्खणो"
જ્ઞાન-દર્શન લક્ષણવાળો મારો આત્મા શાશ્વત છે. આવું ચિંતન હવે કરવાનું છે. તમે તમારું જ ઘર ભૂલી ગયા એટલે પરઘરને જ જોવા લાગ્યા. બાહ્ય દ્રષ્ટિ જ થવા લાગી. પરઘર એટલે પરપરિણતિ, પરપદાર્થો અને તેમાં