________________
૧૨૮
અન્યત્વ ભાવના વળી આ સ્વજનો-પરિવાર પણ પોતાના સ્વાર્થને જ મુખ્ય ગણે છે. તેમજ આ પરિવાર અનંતા જન્મોમાં અનંતીવાર મલ્યો છે. દરેક જન્મમાં સદસ્યો બદલાયા કરે છે. કોઈ કાયમ સાથ આપતું નથી.
बूरे दिनो में ना भाई और जाया काम आता है। फक्त अपना कमाया और बचाया काम आता है।
સંસારની ધરી ઉપર છેવટે જીવે એકલાએ જ ભમવાનું છે. ઉપાધ્યાયજી મહારાજ છેલ્લે પ્રશ્ન કરે છે કે પુત્ર-ધન-શરીર કે પરિવારોમાંથી બોલ! દુર્ગતિમાં જતાં તને કોણ બચાવશે?
કેટલી મહત્વપૂર્ણ વાત છે. આ બાહ્ય સુખો તને દુઃખ કે દુર્ગતિમાંથી બચાવવા માટે સમર્થ નથી.
તો પછી આત્મા જેનાથી ભિન્ન છે તેની સાથે આત્મીયતા કેમ બાંધી શકાય? જે કદી મારા બન્યા નથી તેને મારા માનવાની મેં ભૂલ કરી છે. પરદ્રવ્યોમાં મમતાના પ્રગાઢ બંધનથી બંધાઈ ગયો છું.
અનંતકાળથી આવી ભૂલની પરંપરા આચરી છે એટલે જ જ્યારે માતા પિતાનો વિયોગ થયો ત્યારે હું હૈયાફાટ રહ્યો છું. પુત્રે દગો દીધો ત્યારે તે ખૂબ દુઃખ અનુભવ્યું. મિત્રો અને અન્ય સ્વજનો જ્યારે તારાથી વિમુખ થયા ત્યારે તારા કાળજામાં જોરદાર ચોટ લાગી.
જે સંપત્તિને મેં મારી માની તે જ્યારે નાશપામી ત્યારે હુંચોધાર આંસુએ રડ્યો. મારું શરીર જ્યારે રોગગ્રસ્ત બન્યું ત્યારે વેદનાથી ભાંગી પડયો. આ બધું શું સૂચવે છે. ગાઢ મમત્વ ભાવ માટે સતત ચિંતન કરો.
अन्योहं स्वजनात् परिजनात्
આ તમામ પદાર્થો સાથેનો મારો સંબંધ કર્મજન્ય છે તે મળે તો ભલે ને ન મળે તો ભલે. મારે એમાં રાજી-નારાજી કેળવવી નથી. પછી શોક ઉગ દૂર થશે અને પરમ આનંદની અનુભૂતિ થઈ શકશે.
આસક્તિને વધારનાર એવા મમત્વભાવને તું છોડી દે. એના માટે પરાઈ વસ્તુના સંપર્કને છોડ. જે પદાર્થો સાથે નથી આવવાના એની આકાંક્ષા શા માટે? ચાર દિવસના ચાંદરણા પર
જુડી મમતા શા માટે