________________
૧૨૯
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ જે ના આવે સાથે તેની
ખોટી માયા શા માટે? તું તદન નિઃસંગ અને નિરપેક્ષ બની જા. તમામ સંબંધોથી પર બની જાતોજ અનુભવ રસનું સુખ મળી શકશે. આત્મામાંથી ઝરતો જે સાત્વિકરસ તે અનુભવરસ છે. એવું સુખ મેળવવા માટે ભૌતિક સુખ છોડવું પડશે તું સુખને અંદર જો. બહાર ફાંફા મારવા છોડી છે. અંતર્મુખ બની જા...
અત્યાર સુધીમાં માતૃમુખ, પિતૃમુખ અને પત્ની મુખ બન્યો છે પણ હવે અન્તર્મુખ બન. જે બહાર સુખ ગોતે તે બાહાત્મા જે અંદર સુખ ગોતે તે અંતરાત્મા पथि पथि विविध पथैः पथिकैः सह कुरुते कः प्रतिबन्धनम् । निज निज कर्म वशै : स्वजनै : सह सह किं कुरुषे ममता बन्धम् ॥५॥
વિવિધ રસ્તાઓમાં યાત્રિક બનતા સહયાત્રીઓ સાથે શું બંધન હોય ? પોતપોતાના કર્મના કારણે ભેળા થતા સ્વજનોની સાથે શું મમતાનું બંધન હોય?
હે વિનય તારું ઘર સંભાળ.
ઉપાધ્યાયજી મહારાજ ફરમાવે છે કે હે ચેતન ! જન્મના સ્ટેશનથી શરૂ થયેલ તારી યાત્રા મરણના સ્ટેશને પૂર્ણ થશે. આ જીવનયાત્રામાં વચ્ચે વચ્ચે કેટલાય યાત્રિકો જોડાશે. કેટલાય યાત્રિકો છૂટા પડશે. એમાં કંઈ હરખશોક ન હોય.
ટ્રેનમાં કેટલાય મુસાફરો મળે ને કેટલાય છૂટા પડે પણ તમને એનો આનંદ શોક ન હોય. આ તો ભાઈ યાત્રા છે. ભેળાં થઈ ને છૂટા પડીએ.
એ છુટા પડે તો દુઃખ નહિ કેમકે એના પ્રત્યે મમત્વ નથી.
પાલિતાણાની કોક ધર્મશાળામાં તમે ઉતર્યા હો અને તમારી બાજુની રૂમમાં કોઈ અણજાણ કુટુમ્બ ઊતરેલ હોય. પછી કોઈ તમને પ્રશ્ન કરે કે આ કુટુમ્બ ક્યાંથી આવ્યું? તમે શું કહેશો..
ખબર નથી. .