________________
૧૩૩
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ આત્માને પૂછજો.
સંયોગ એ વિયોગનું કારણ છે. અને દુઃખનું નિમિત્ત છે. સંથારા પોરિસિની આ ગાથા તમને આવડતી જ હશે.
संजोगमूला जीवेण पत्ता दुःख परंपरा । तम्हा संजोग सम्बन्धं सव्वं तिविहेण वोसिरियं ॥
પત્તા દુઃખ પરંપરા. દુઃખ શાનાથી આવે છે. તમે એના મૂળ સુધી જાઓ. પત્નીએ દુઃખ આપ્યું. પુત્રે ત્રાસ આપ્યો. ભાઈએ દગો કર્યો. ભાગીદારે કપટ કર્યું. આવુ બધું ઘણીવાર સાંભળવા મળે છે. પણ હકીકત આપણે નથી જાણતા. આ બધા તો નિમિત્તો છે. દુઃખની પરંપરાનું કારણ છે- સંયોગ. માટે જ સંયોગ સંબંધને મન-વચન-કાયા એ વોસિરાવાના છે.
સંયોગ જન્ય સુખમાં જીવ એટલો આસક્ત બની ગયો છે કે બધું જ ભાન ભૂલી ગયો છે. એ સુખમાં આત્માના નિર્મળ સ્વભાવને પણ ભૂલી જવાયો છે. એટલે ગ્રીકાર કહે છે તું નિર્મળ સ્વરૂપને ધારણ કર.
આત્માનું અનંત સુખ ભૂલી જઈને સામાન્ય સુખમાં આજનો માણસ ડુબકી ખાય છે. એમાં જ મસ્ત બની ગયો છે. જો એક વાર સ્વરૂપ રમણના સુખનો આનંદ મળી જાય તો સામાન્ય – પુદ્ગલ જન્ય સુખમાં કોઈ મજા આવે નહિ.
“અમૃતનો સ્વાદ માણ્યા પછી સાકર ભેરવાઇ લાગે
જ્યારે પુગલજન્ય સુખોને તું છોડીશ તો જ તને આત્મિક સુખ મેળવવાની ઝંખના જાગશે. પુદ્ગલના સુખો એટલે ઝાંઝવાના જળ. એની પાછળ તું ગમે તેટલો દોડે તો પણ ઝાંઝવાના જળ તને મળશે નહિ અને કેમે કરીને તારી તરસ મટશે નહિ. ઉલટાનું દોડદોડ કરવાથી વધુમાં વધુ તરસ લાગ્યા કરશે. એટલે મૃગતૃષ્ણા જેવા જળની પાછળ તું દોડ નહિ.
આપણે અલૌકિક સુખ મેળવવાનું છે એ અલૌકિક સુખ એટલે શાન્ત સુધાનું પાન કરવાનું છે. એ માટે શું કરવાનું? જિન ભક્તિ એ જ મુક્તિનો ઉપાય
તું જિનેશ્વરને ઓળખ અને એમને ભજ. આ સંસારમાં જ્યારે ચારે બાજુ સ્વાર્થનો દાવાનળ સળગી રહ્યો છે ત્યારે એક માત્ર પ્રભુ જ નિઃસ્વાર્થ ભાવે બંધુ બની રહ્યા. આ સળગતા સંસારમાં અસહાય-બેસહારા જીવને