________________
૧૩૪
અન્યત્વ ભાવના
સહાય આપે છે જિનપતિ... બસ એ જિનને ભજ. તો જ એનું ફળ તને મળશે. જો... દેખ..
ગુલાબની સુગંધ સૌ પ્રથમ ગુલાબ જ માણે
મોતીનો સ્પર્શ સૌથી પહેલા છીપ ને જ મળે
સાધનાની ફલ સિદ્ધિ સૌથી પહેલા સાધકને જ મળે એજ રીતે ભક્તને જ સૌ પ્રથમ ભગવાન ફળે.
માટે પરમાત્માને ભજવાના છે. ભક્ત બનીને પ્રભુ પાસે જવાનું છે. મસ્તક પરમાત્માની સામે ઝૂકે છે તેને કોઈની પાસે મૂકવું પડતું નથી.
પરમાત્મા ભક્તને પરમાત્મા બનાવી દે છે. પોતાનું સ્વરૂપ નિજભક્ત ને આપે છે. પરમાત્માને પ્રાર્થના હોઠથી નહિ, પણ હૈયેથી કરવાની છે. અન્યત્વ ભાવનાના આ ચિંતનમાં છેલ્લી ગાથામાં ગ્રન્થકાર જિનપતિને ભજવાનું જણાવે છે માટે આપણે થોડું ચિંતન જિનભક્તિ ઉપર પણ કરીયે.
જગતને રંજાડનાર હોય તો રાગ-દ્વેષ અને કામ. આ ત્રણ તત્ત્વો ઉપર આપણે વિજય મેળવવાનો છે. એના માટે એના વિજેતા પાસે જવું પડશે. રાગાદિ વિજેતા જગતમાં એક માત્ર જિનપતિ છે. અન્યત્વ ભાવનાના ચિંતનમાં આપણને જિનેશ્વર દેવ જ સહાય કરશે. રાગ-દ્વેષ-કામ વિજેતા પ્રભુજ આપણા તારણહાર છે.
પરમાત્માનો અચિત્ત્વ પ્રભાવ છે, અપૂર્વ મહિમા છે કે મહારાગી - પણ મહાત્યાગી બની જાય. મહાક્રોધી સમતાવાન થઈ જાય, કામી નિર્વિકારી બની જાય. જે પ્રભુએ પુદ્ગલનો રાગ છોડયો, સંબંધનું મમત્વ છોડયું, એમના પ્રભાવે આપણે નીરાગી અને નિઃસંગી બનવાનું છે.
પરમાત્મતત્વમય આપણે બની જવાનું છે. આત્મામાં રહેલ મલિનતા હટી જાય એટલે એ પરમાત્મા બને છે.
અનંત ગુણના ધારક પરમાત્માનો આત્મા સ્ફટિક જેવો સ્વચ્છ અને નિર્મળ છે. ભગવદ્ કૃપાના બળે આપણો આત્મા પણ એવો જ નિર્મળ બને.
વળી- પ્રભુ નિષ્કારણ બંધુ છે. અનંત કરૂણાના સાગર છે, સાક્ષાત પરબ્રહ્મના અવતાર છે. જગતમાં ભટકતા અશરણ અસહાય જીવોને સહાય કરનારા છે. એવા પ્રભુનું ભજન જ મુક્તિમાં જવાનો સુગમ ઉપાય છે. એટલે