________________
૧૩)
અન્યત્વ ભાવના
પછી તમને પૂછે કે આ લોકો ક્યાં જવાના છે? ત્યારે તમે શું કહેશો... ખબર નથી.
હવે એ જાય તો તમને શોક થાય? આવે તો આનંદ થાય? ના. કેમ? કેમકે એ કોણ છે. ક્યાંથી આવ્યા ક્યાં જવાના? એ જ તમને ખબર નથી. તો પછી દુઃખસુખ થાય જ નહિ!
બસ એ જ રીતે તમારો પરિવાર ક્યાંથી આવ્યો? જવાબ આપો... તમને ખબર છે? બોલો ક્યાંથી આવ્યો તમારો પરિવાર.....?
સાહેબ ખબર નથી.... તમારો પરિવાર ક્યાં જવાનો છે?..... એ પણ ખબર નથી... તો પછી એમ સંયોગે કે વિયોગે આટલો સંતાપ કેમ? હર્ષ કેમ? મમત્વ જ એમાં કારણ છે.
વિનયવિજયજી મ. એ જ વાત જણાવે છે કે મુસાફરીમાં જેમાં મુસાફર જોડાય અને છુટા પડે પણ તેને કશું વિશેષ થતું નથી એમ જીવનયાત્રામાં પણ કુટુંબીજનો જુદા-જુદા સંબંધોથી જોડાય છે અને સમય પૂર્ણ થતાં વિદાય લે છે. એના પ્રત્યેનો મમત્વ ભાવ પણ છોડી દેવો જોઈએ, હે ચેતન! તું તારા આત્માને સંભાળ. નિજ ઘરનો ખ્યાલ કર, તારા આત્માનો ઉદ્ધાર તારે જ કરવાનો છે. બીજી કોઈ વ્યક્તિ તારો ઉદ્ધાર કરવા નહિ આવે. સંસારની પાર તારે જાતે જ ઉતરવાનું છે.
દરેકના આત્મા જુદા છે. દરેક આત્મા સ્વતંત્ર દ્રવ્ય છે અને પોતાને સ્વાધીન છે અને અન્ય પદાર્થોથી આત્મા ભિન્ન છે.
આ રીતે અન્યત્વ ભાવનાનું ચિંતન કરવા દ્વારા જીવ પરમ સુખને પામે છે. ક્યારે ય દુઃખી થતો નથી. પારકાને પોતાના માનવાથી દુઃખ આવે છે.
આત્મભાવમાં રમણ કરવા માટે સતત અન્યત્વ ભાવનાને ગાતા રહો. એનું રોજ ગાન કરો. શુદ્ધાત્મક વાર્દનું ચિંતન કરી પરમપદ પ્રાપ્ત કરીએ એ જ ભાવના.