________________
૧૨૬
અન્યત્વ ભાવના એટલે શરીરના સહારે સંસાર સમુદ્ર તરવાનો છે. પણ ઉદ્દેશ એક જ હોય કે આત્મા જ મહત્વનો છે. જુઓ એક વ્યવહારુ દ્રષ્ટાંત આપું.
ચાર દિવસ પછી તમારે ત્યાં ત્રણ રૂા. ના કવરમાં રૂા. ૩ લાખનો એક ચેક બહારગામથી આવવાનો છે. અગાઉથી તમને મેસેજ મળી ગયા છે. ફોન દ્વારા સામેની પાર્ટીએ જણાવી દીધું છે.
અને બરાબર ચાર દિવસે તમારા હાથમાં એક કવર આવ્યું. એમાં રૂા. ૩ લાખનો ચેક છે એની તમને ખાતરી છે. હવે કવરમાં એક એવી રીતે ફીટ કરેલ છે કે કવરના માપમાં ચેક સમાઈ ગયો છે. જરા જગ્યા રહી નથી તો તમે એને કેવી રીતે ફાડશો?
સભા- સાહેબ જાળવીને, ચેક ન ફાટે એની કાળજી રાખીશું.
કેટલાક સમજદાર છો તમે. સાચવીને કવર ફાડી એમાંથી એક કાઢી લેશો. ચેક ન ફાટે તેની કાળજી રાખશો. હવે હું પૂછું છું કે ફેડેલ કવરને શું કરશો? તિજોરીમાં મૂકી રાખશો ને?
સભા -ના સાહેબ, કવર જશે કચરા પેટીમાં. કેમ? સાચવીને રાખો ને? કામ લાગશે! ના કવર ન સચવાય. એ કશા કામમાં ન લાગે.
બસ આ જ વાત અધ્યાત્મ જીવનમાં સમજવાની છે. આ શરીર એટલે ૩ રૂ. નું કવર અને આત્મા એટલે ૩ લાખ રૂ. નો ચેક. બોલો? તમે કોને સાચવો છો? ચેક ને કે કવરને?
સભા - બોલાય એવું જ નથી......!
ભાઈ કવરની પણ કિંમત ખરી પણ ક્યાં સુધી ? આત્મા રૂપી ચેક હાથમાં ન આવે ત્યાં સુધી. તમે શરીરને સાચવવામાં પડી ગયા એટલે માર ખાઈ ગયા. આત્મા અને શરીરનું ભેદ જ્ઞાન મેળવી આપણા આત્માને ઓળખવો જોઈએ.
અન્યત્વ ભાવના એજ શીખવે છે કે તું મૂર્છા-આસકિતને છોડ! ચેતન તું તારા ઘેર ચાલ. દેહાધ્યાસ ભાવને ત્યાગ. મળેલ શરીરથી તું ધર્મ આરાધી લે અને આત્માના પોતાના ઘરને સંભાળી લે. તારા ઘરમાં અપાર અને પરમ આનંદ છે. સદૈવ ત્યાંજ રમણ કરો. તે ઘર શાશ્વત છે. અવિનાશી છે. પરમસ્વરૂપી ચેતના છે.