________________
૧૨૫
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ જે ધર્મશોધે તે મિથ્યાદ્રષ્ટિ. અને જેનિજ ઘરનું અવગાહન કરે તે સમ્યદ્રષ્ટિ. ચાર આકર્ષણો સંસારના.
તમને ચાર વસ્તુઓ એવી મળી છે કે એમાં ને એમાં રમ્યા કરો છો એટલે સ્વભુવનને જોવાનો ટાઈમ જ મળતો નથી. પરાયા ઘરમાં જ પડી રહ્યા
છો.
“આત્મપરિણતિ એ આપણું ઘર છે પરપરિણતિ એ પરાયું ઘર છે”
પરાયા ઘરમાં રમવાના ચાર આકર્ષણો ઉપાધ્યાય વિનયવિ.મ.બતાવે છે અને એના કારણે જ જીવ ભટકે છે.
(૧) શરીર (૩) ધન (૩) પુત્રાદિ પરિવાર (૪) સદન (ઘર).
શરીરનો અતિરાગ આસક્તિ આત્માનો વિચાર કરવા ન દે. જીવને અનાદિ કાળથી શરીર લાગેલું છે. એટલે એ એવો જ વિચાર કરે કે શરીર એજ આત્મા છે. માટે શરીર સુખી થાય એવા પ્રયત્નો સતત થયા કરે છે. ઈન્દ્રિયજન્ય સુખો શરીરથી જ ભોગવાય છે. શરીર અને આત્માને એક જ માનવા તે અજ્ઞાન છે. શરીરનો રાગ અનર્થનું કારણ છે. જ્યાં સુધી શરીર ઉપર રાગ હશે ત્યાં સુધી દ્વેષ-ઝઘડા-કલેશ કંકાસનું વાતાવરણ રહેવાનું જ.
અનર્થો દુઃખો અને પીડાથી બચવું હોય તો શરીરને આત્માથી જુદું માનો. હું આત્મા છું આવું તત્ત્વજ્ઞાન જીવનમાં ઉતારો. શરીર વિનાશી છે. જડ છે. હું અવિનાશી છું, ચેતન છું. આવું ભેદ જ્ઞાન મેળવવું જોઈએ.
હા. શરીરને સાચવવું જોઈએ પણ ક્યાં સુધી! કેવી રીતે? “આત્માના ભોગે શરીરનેહરગિજ સાચવવાનું નથી. શરીરના ભોગે આત્માને સાચવવાનો
જ્યાં સુધી ઈષ્ટ મંઝિલની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી શરીરને સંભાળવાનું છે. માટે જ કહ્યું છે.
શરીર નૌકા છે, જીવ નાવિક છે, સંસાર સમુદ્ર છે. જ્યારે સંસાર સમુદ્ર ના કિનારે પહોંચીએ ત્યારે જ નૌકા છોડવાની છે.