________________
૧૨૨
અન્યત્વ ભાવના
જવું, પરઠવવું આદિ ક્રિયાઓ યોગ જાણવી. કેમકે આ ક્રિયા આત્મકલ્યાણ માટે થાય છે.
જ્યારે અજ્ઞાનીનો દ્રષ્ટિકોણ જુદો હોય છે. જ્ઞાની વિચારે છે કે ભૂખ એબિમારી છે. માટે એનો ઉપચાર કરવો જોઈએ. ભોજન પ્રત્યે ચિકિત્સાદ્રષ્ટિ હશે જ્યારે અજ્ઞાની વિચારશે કે ભોજન સ્વાદિષ્ટ હોવું જોઈએ મધુર હોવું જોઈએ. તે સ્વાદ માટે ખાશે. શરીરને હૃષ્ટપુષ્ટ કરવા માટે તેનું ભોજન હશે. એટલે જ કહ્યું છે કે
સ્વાદ માટે ખાવું તે અજ્ઞાનતા છે. જીવવા માટે ખાવું તે આવશ્યક્તા છે. ધમચરણ માટે ખાવું તે આરાધના છે.
જ્ઞાની એજ છે કે જે ભોજન કરતી વખતે પણ એવો જ વિચાર કરે કે એક પુલ (શરીર) બીજા પુદ્ગલ (ભોજન)નું ભક્ષણ કરે છે. હું (આત્મા) ભોક્તા નથી પણ દ્રષ્ટા જ છું. જ્ઞાનીનો બધો જ વ્યવહાર જ્ઞાનમય જ હશે. જ્ઞાન એ રગેરગ માં ફેલાઈ ગયું હશે. ફક્ત માઈન્ડમાંજ જ્ઞાન નહિ પણ જીવનમાં ય જ્ઞાન હશે.
જીભમાં રહેલ શાન પ્રદર્શન બને છે. જીવનમાં રહેલ શાન સુદર્શન બને છે.
ગ્રન્થકાર જણાવે છે કે તું તારા હિત માટે પ્રયત્ન કર. જેનાથી આત્મહિત થાય એનું અનુકરણ કર. જો ઈચ્છાઓથી આત્માનું અહિત થાય છે તો ઈચ્છા ને રોક. જો પરપદાર્થોની પ્રાપ્તિથી આત્માનું અહિત થાય છે તો પરપદાર્થોને છોડ તું જેવી પ્રવૃત્તિ કરીશ તેવો તારો કર્મબંધ થશે. જ્ઞાનીનો કર્મબંધનિમિત્ત માત્ર જ હશે. જ્ઞાનીને બંધાયેલ કર્મ કોઈ તીવ્ર ફળ તો નહિ જ આપે.
તો આત્મહિત માટે કર્મ બંધ ન થાય અથવા થાય તો મંદ થાય એવો પ્રયત્ન કરવો જોઈએ. એટલે જ પદાર્થો પ્રત્યે આસક્તિ છોડવી જોઈએ.
વર્તમાનના પદાર્થો પ્રત્યે અનુરાગ નહિ. ભવિષ્ય માટે આકાંક્ષા ઇચ્છા નહિ તે શાની. આવો જ્ઞાનાત્મા પાપથી લિપાતો નથી. જ્ઞાનસારમાં પણ કહ્યું છે કેઃ आकाशमिव पंकेन नासो पापेन लिप्यते । જેમ કાદવથી આકાશખરડાતું નથી તેમ આત્મા પાપથી ખરડાતો નથી.