________________
૮૦
સંસાર ભાવના ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજ સંસારના સ્વરૂપનું વર્ણન કરતા જણાવે છે કે.. રે મૂઢ! સ્વજનો અને પરિજનો સાથે જે તારા મીઠા સંબંધો છે. તે નિરર્થક છે. શું તારે ડગલે ને પગલે નવા નવા અનુભવો વાળા સંકટોની પરેશાની નથી? તારો પરાભવ થતો નથી? તું જરા શાન્તિથી વિચારી જો.
જે કંઈ સ્વાર્થના સબંધો છે તે ક્યારે તૂટી જશે એની ખબર પડશે નહિ. સંસારના કોઈ સંબંધો શાશ્વત નથી.
“તો હું તને પ્લેનમાં મોકલીશ.”
એક ભાઈ મુસાફરી કરવા ટ્રેનમાં જઈ રહ્યા હતા. રસ્તામાં અકસ્માત થતા કેટલાય મુસાફરોની સાથે આ ભાઈ પણ મૃત્યુ પામ્યા. સરકારી ધોરણે રાહત કામ શરૂ થઈ ગયું. દરેક મૃતકના નિકટના સગાને ૧૦ હજાર રૂા. ના વળતરની જાહેરાત થઈ.
આ ભાઈની ડેડબોડી પણ ઘરે લાવવામાં આવી. ઘરે શોકાતુર વાતાવરણ થઈ ગયું. બધા જ રડે છે. પુત્રપત્ની તેમજ પરિવારમાં ઘેરા દુઃખની છાયા ફરી વળી. કેટલાક દિવસે બધા શાંત થયા. છતાં એની પત્નીનું રૂદન અટકતું જ નથી. બધાને એમ કે થોડા દિવસ પછી દુઃખ વિસારે પડી જશે કહ્યું છે ને “દુઃખનું ઓસડ દહાડા” છતાં આ પત્ની રોજ રડે છે. એટલે છેવટે એનો દિકરો કહે છે.
મમ્મી, જેબનવાનુ હતું તે બની ગયું? પપ્પા ગયા. હવે પાછા આવવાના નથી. માટે રડવાનું છોડ. આમ દુઃખી થવાનો કોઈ મતલબ નથી ત્યારે એની મમ્મી શું જવાબ આપે છે? ખબર છે?
એ કહે છે બેટા, એ ગયા અને હું નથી રડતી પણ જો તારા પપ્પા ટ્રેનના બદલે પ્લેનમાં ગયા હોત તો સારૂ હતું.... કેમ?
કારણ કે ટ્રેનમાં મૃત્યુનું વળતર ૧૦ હજાર રૂા. છે અને પ્લેનમાં રૂા. ૧લાખનું વળતર છે. જો તારા પપ્પા પ્લેનમાં ગયા હોત તો આપણને ૧ લાખ રૂા. નું વળતર તો મળત. બસ આ કારણ છે મારે રડવાનું દિકરો કહે છે કંઈ વાંધો નહિ! મમ્મી, તું ચિંતા ન કર. હું તને પ્લેનમાં મોકલીશ. બસ! આવા સ્વાર્થો સંસારમાં છે.
વળી સંસારમાં સંબંધો બદલાયા કરે છે. માતા-પિતા-પત્ની વિગેરે