________________
૮૬
સંસાર ભાવના કોઈ લગ્ન પછી તરત જ પતિ ગુમાવે તો આખી જીંદગી કાઢવી મુશ્કેલ થઈ પડે. માટે જ કહ્યું છે ને... --
બાલ્યાવસ્થામાં માતા, યુવાવસ્થામાં પત્ની કે પતિ અને વૃદ્ધાવસ્થામાં પુત્રનું મરણ અત્યંત દુખદાયી હોય છે.
કોઈ ને સંતાનો મૂંગા-લંગડા જન્મ, નિર્ધનતા મળે, નોકર સારા ન મળે ઘણી દીકરીઓ હોય આવા તો કેટલાય દુઃખો અને પરાભવો આવતા હોય છે.
વળી સંપત્તિ આવે ત્યારે માણસ ગર્વિષ્ઠ થઈ જાય છે અને નિર્ધન બને તો દીન બની જાય છે, પૈસો ઘણો હોય ત્યારે જમીનથી અદ્ધર ચાલે, માતાપિતાનું સન્માન જાળવે નહિ, ધન રક્ષાની સતત ચિંતા કર્યા કરે. એમ કરીને છેવટે દુઃખી બની જાય છે. કર્મની પરતંત્રતા
સંસારમાં દુઃખ આવે છે કર્મના કારણે. ચારે ગતિમાં ભ્રમણ કર્મના કારણે જ થાય છે. અભિલાષાઓ પૂર્ણ ન થાય. ઈચ્છા મુજબ જીવવાનું મળે નહિ આ બધામાં કર્મસત્તા જ કારણ ભૂત છે એણે અદ્રશ્ય રહી ને પણ સમગ્ર સંસાર ઉપર આધિપત્ય જમાવી દીધું છે. જે આત્મા કર્મને સમજે તેને તોડવા માટે ઉદ્યમ કરે તે સ્વતંત્ર બની શકે. જે દુઃખોથી ડરે નહિ કર્મજન્ય ભોગવિલાસમાં લલચાય નહિ તે જ કર્મોને તોડી ને સિદ્ધ-બુદ્ધ મુક્ત બની શકે છે. પ્રત્યેક જન્મમાં નવા રૂપો
ક્યારેક પૃથ્વીકાયમાં તો ક્યારે અપૂકાયમાં કોઈ વાર અગ્નિ તો કોઈ વાર વાયનું રૂપ ધારણ કરવું પડે છે. કોઈવાર વનસ્પતિ-બેઈજિય-તેઈન્દ્રિયચઉરિજિયનું રૂપ ધારણ કરવું પડે. ક્યારેક ગાય-ભેંસ-ઘેટા-બકરા-ઉંટ-હાથી ભંડ-કૂતરા-બિલાડા-ઉંદર આદિ પંચેન્દ્રિય તિર્યંચોના રૂપો ધારણ કરવા પડે છે. ક્યારેક મનુષ્ય તો ક્યારેક દેવ. ક્યારેક નરકમાં જવું પડે છે. સંસાર રંગ મંચ ઉપર જીવાત્મા નાટક કર્યા જ કરે છે. કર્મ નચાવે તેમ નાચે જીવડો માટે અંગ્રેજીમાં કહ્યું છે
WORLD is Stage Life is DRAMA MAN is ACTOR God is DIRECTOR