________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
૧૦૧ ઉત્તરકુરુના યુગલિક મનુષ્યો બીજા દેવલોક સુધી; અને અંતર્દીપના યુગલિક મનુષ્યો ભવનપતિ વ્યંતર સુધી જ જાય છે. યુગલિક તિર્યંચમાં ચતુષ્પદ કે ખેચર જ હોય છે. જલચર, ઉરઃપરિસર્પ કે ભુજપરિસર્પ યુગલિક ન હોય. તેમાં યુગલિક ચતુષ્પદની ગતિ-આગતિ તે-તે ક્ષેત્રના યુગલિક મનુષ્યોની જેમ જ સમજવી અને યુગલિક ખેચરનું આયુષ્ય અંતર્લીપના મનુષ્ય જેટલું હોવાથી તેમની ગતિ-આગતિ બધે અંતર્લીપના મનુષ્યની જેમ સમજવી.
આપણને જે મનુષ્ય જન્મ મલ્યો છે તે ઉત્તમ કોટિનો છે. પણ વૈષયિક સુખો અને સંસારના મોહ-માયાના પદાર્થોમાં જો આસક્ત બની જઈશું તો મનુષ્ય જન્મ ગુમાવી બેસીશું. મહાપુણ્યોદયે અને પ્રચંડ પુરૂષાર્થના યોગે પ્રાપ્ત થયેલ મનુષ્ય જન્મનો સદુપયોગ કરી લેવો જોઈએ. વિષયોનો ભોગ કરવા છતાં પણ તૃપ્તિ થતી નથી, આગમાં ઘી નાંખવાથી આગ શાંત ન થાય પણ વધે એવી જ રીતે ભોગની ઈચ્છા વધ્યા જ કરવાની, સાગરનું પાણી પીવાથી જેમ તરસ છીપે નહિ ઉલટાની વધે તેવી રીતે વૈષયિક સુખો ભોગવવાથી વધારે ને વધારે ભોગવવાની તૃષ્ણા જાગે છે.
જીવને પૌલિક સુખો સારા-પ્યારા લાગે છે પરંતુ એ સુખોના ભોગોપભોગના પરિણામનો વિચાર કરતો નથી. અંતે દુઃખી થાય છે. પૌદ્ગલિક સુખમાં આસક્ત જીવ આવી કોઈ વાત સમજતો જ નથી. એને તો વર્તમાનકાળનું જ જ્ઞાન હોય છે. “કાલ કોણે દીઠી છે,' બસ આજે ભોગવો.
પણ જેમ કિંપાક નામનું ફળ ખાતા સ્વાદિષ્ટ લાગે છતાં અંતે મરણ આપનાર છે તેમ શરૂઆતમાં વિષય સુખો મીઠા લાગે પણ પરિણામે દુઃખદાયક છે.
મન-વચન-કાયાના યોગે આત્માના શુદ્ધ સ્વરૂપને સમજવું જોઈએ. કેમકે આત્મા મૂળ સ્વભાવમાં અજ્ઞાની નથી પણ કર્મથી ઢંકાયેલો હોવાથી શક્તિહીન બન્યો છે. એ કર્મના આવરણને છોડવાનું છે. જ્યાં સુધી કર્મપુલો હશે ત્યાં લગી આત્મા દુઃખ સહન કર્યા કરશે.
કર્મ પરવશપણાના કારણે આત્મા પોતાના તમામ શ્રેષ્ઠ ગુણો ભૂલી ગયો છે, અને એના શુદ્ધ અને શ્રેષ્ઠ સ્વરૂપને પણ ગુમાવી દીધું છે, પુદ્ગલની માયાના કારણે આત્મા પોતાની જાત પણ વિસરી ગયો છે! પુલ એટલે શું? પુદ્ગલો કોને કહેવાય?