________________
૧૦૫
શાન્ત સુધારસવિવેચન - ભાગ-૧
ઈન્દ્રનું ચિત્ત આનંદિત થાય છે. તે કહે છેઃ રાજર્ષિ, વાસ્તુશાસ્ત્ર અનુસાર પ્રાસાદ, વિશિષ્ટ રચનાવાળાં ઘર ઈત્યાદિનું નિર્માણ કરાવીને પછી નિષ્ક્રમણ કરવું!
રાજર્ષિએ કહ્યું: संसय खलु सोकुणइ, जो मग्गे कुणई घरं । जत्थेव गन्तुमिच्छिज्जा, तत्थ कुव्विज्ज सासयं ॥
જે માણસને પોતાની યાત્રામાં સંશય હોય છે, તે માણસ માર્ગમાં ઘર કરે છે. જેણે યાત્રાનો નિશ્ચય કરી દીધો છે, તે તો પોતાના ઈષ્ટ સ્થાન ઉપર પહોંચ્યા પછી જ આશ્રય કરે છે. તે બ્રાહ્મણ, એટલા માટે હું મુક્તિને જ આશ્રય બનાવવા પ્રયત્નશીલ છું.
ત્યારે ઈન્ટે કહ્યું: “હે રાજેશ્વર, ધનવાનોને મારીને અથવા વગર માર્યો ચોરી કરનારા ચોરોને, નગરની બહાર કાઢીને નગરનું ક્ષેમ કર્યા બાદ જજો. કારણ કે એ આપનો રાજધર્મ છે. ઈન્દ્રની વાત સાંભળીને રાજર્ષિએ કહ્યું:
હે બ્રાહ્મણ, જે નિરપરાધી હોય છે, એને અજ્ઞાનને કારણે મનુષ્ય સજા કરે છે. એનાથી નિર્દોષ લોકો દુનિયામાં દંડાય છે અને દોષિત લોકો છૂટી જાય છે. અજ્ઞાનને કારણે અપરાધીને દંડ ન મળે અને નિરપરાધી દંડિત થાય, એવો રાજા નગરનું, પ્રજાનું ક્ષેમ કરનાર કેવી રીતે કહેવાય?
ઈન્દ્ર રાજર્ષિની અદ્વેષ ભાવનાની પરીક્ષા કરવા કહ્યું: “રાજનું, તમારી વાત સાચી છે. પરંતુ જે રાજાઓ તમારી આજ્ઞા નથી માનતા એને આજ્ઞાધીન કરીને જ્જો! રાજાઓને આજ્ઞાધીન કરવાની તમારામાં શક્તિ છે.”
રાજર્ષિએ કહ્યું जो सहस्सं सहस्साणं, संगामे दुज्जाए जिणे। एगं जिजिज्ज अप्पाणं, एस मे परमो जओ ॥
હે બ્રાહ્મણ, દુર્જય સંગ્રામમાં જે સુભટ દશલાખ સૈનિકો ઉપર વિજય પામે છે, તે સુભટ જો વિષય કષાયમાં પ્રવૃત્ત એવા અતિદુર્જેય એક આત્માને જીતી લે છે, તે પરમ વિજેતા કહેવાય છે.
अप्पाणमेव जुज्झाहि किं ते जुझेण बज्झओ। अप्पणामेवमग्गाणं जइत्ता सुहमेहए ॥ હે બ્રાહ્મણ, આત્માએ આત્માની સાથે યુદ્ધ કરવાનું છે. અનાચારોમાં