________________
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧
૧૦૩
જ્યારે તમે નાના હતા ત્યારે પણ સાહેબ શીખવાડતા હતા કે એકડે એક અને બગડે બે..
એટલે બે ભેળા થાય તો બગડે આમ વિચારીને પુત્રનો રાજ્યાભિષેક કરી વૈરાગ્ય વાસિત્ બનેલ રાજવીએ ભોગ, સુખ-વૈભવ અને રાજ્યનો ત્યાગ કર્યો. સાધુ બન્યા જ્યારે. તેઓ મિથિલા છોડીને ચાલ્યા ત્યારે સર્વત્ર રૂદન, શોક અને કોલાહલ થઈ ગયો. પ્રજાનો રાજા પ્રત્યે અફાટ પ્રેમ હતો
ઈન્દ્રે પોતાના અવધિજ્ઞાનના આલોકમાં નમિરાજર્ષિને મિથિલા છોડીને જતા જોયા, ઈન્દ્રે બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું અને રાજર્ષિને મળ્યા. પ્રણામ કરી રાજર્ષિને પૂછયું
किं नु भो अज्ज मिहिलाए कोलाहलग संकुला । सुच्चंतिदारुणा सद्दा पासएसु गिहे सुअ ॥
‘હે રાજર્ષિ, આજ મિથિલામાં, મહેલોમાં અને ગૃહોમાં સર્વત્ર રુદન, વિલાપાદિ શબ્દો સંભળાઈ રહ્યા છે ! કારણ શું છે ?’
રાજર્ષિએ કહ્યું, ‘હે બ્રાહ્મણ, ઉદ્યાનમાં રહેલું મનોરમ વૃક્ષ પ્રચંડ આંધીતોફાનમાં પડી જાય છે ત્યારે એની ઉપર બેઠેલાં પક્ષીઓ દુઃખી થાય છે, આશ્રયહીન થાય છે એટલા માટે તેઓ ક્રંદન-રુદન કરે છે. એટલે કે લોકો પોતાનો સ્વાર્થ નષ્ટ થવાથી રડે છે. મારી પ્રવ્રજ્યાને કારણે રડતા નથી.’
દેવેન્દ્રે કહ્યું : ‘રાજર્ષિ, આપ મિથિલા તરફ જુઓ તો ખરા ! મિથિલા આગમાં બળી રહી છે. આપના અંતઃ પુરમાં આગ લાગી છે. રાણીવાસ બળી રહ્યો છે. આપ કેમ એ તરફ જોતાં નથી ?’
રાજર્ષિ સમતાથી બોલ્યા :
सुहं वसामो जीवामो जिसिंमो नत्थि किंचणं । मिहिलाए उज्झमाणीए न में डज्झई किंचण ॥
હે બ્રાહ્મણ, અમે સુખથી જીવીએ છીએ, સુખથી રહીએ છીએ, મારું કશું નથી, મિથિલા બળી રહી છે, મારું કશું બળતું નથી. वित्तपुत्तकलत्तस्स निव्वा वारस्स भिक्खुणो । पिअंण विज्जइ किंचि अप्पिअंपि ण विज्जई ॥ बहु खु मुणिणो भद्दं, अणगारस्स भिक्खूणो । सव्वओ विप्पमुक्कस्स एगंतमणुपस्सोओ ॥