________________
૧૦૮
એકત્વ ભાવના
कामे पत्थयमाणा य अकामा जंति दुग्गइं॥ अहे वयइ कोहेणं माणेणं अहसा गई। माया गइ पडिग्धाओ लोहोओ दुहओ भयं ॥
હે બ્રાહ્મણ, શબ્દ-રૂપ-રસ-ગંધ અને સ્પર્શનકામસુખ શલ્યરૂપ છે. કાંટા જેવા છે. ઝેર જેવાં છે અને કાળા નાગ જેવાં છે.કામભોગોની ઈચ્છા કરવા માત્રથી જીવ નરક - તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય છે. કામભોગ ભોગવવાની વાત તો દૂર રહી.
હે બ્રાહ્મણ, ક્રોધથી નરકગતિ મળે છે. માન-અભિમાનથી નીચ ગતિ મળે છે. માયાથી સતિનો નાશ થાય છે અને લોભથી આ ભવમાં અને પરભવમાં અનેક ભય ઉત્પન્ન થાય છે. દેવરાજ ઈન્દ્રને ‘નમિરાજર્ષિનોવૈરાગ્ય જ્ઞાનમૂલક છે એ વાતની પ્રતીતિ થઈ ગઈ. તેને અતિ હર્ષ થયો. તેણે પોતાનું ઈન્દ્રરૂપ પ્રકટ કર્યું અને નમિરાજર્ષિના ચરણોમાં ભાવપૂર્વક વંદના કરીને સ્તુતિ કરી.
હે રાજર્ષિ, આપે ક્રોધને જીતી લીધો છે. માન-અભિમાનને હરાવી દીધાં છે. માયાનું વિસર્જન કર્યું છે અને લોભસ્વાધીન કરી દીધો છે. હે રાજર્ષિ, આપની કેવી શ્રેષ્ઠ સરળતા છે? કેવી અપૂર્વ નમ્રતા છે? કેવી અલૌકિક ક્ષમા છે? અને કેવો અલૌકિક અસાધારણ સંતોષ છે?”
પૂજ્ય, આપ ઉત્તમ ગુણોથી સંપન્ન છો, એટલા માટે વર્તમાન જીવનમાં ઉત્તમ છો અને પરલોકમાં પણ ઉત્તમ હશો. આપકર્મમુક્ત બનીને ઉત્તમોત્તમ સ્થાન મુક્તિમાં જશો.'
આ પ્રમાણે એકત્વભાવનાને આત્મસાત્ કરવાથી ઈન્દ્ર મહારાજાને સુયોગ્ય જવાબો નમિરાજર્ષિ આપી શક્યા. અને ત્યારબાદ અદ્વૈતની પ્રખર સાધના કરી તેમણે આત્મકલ્યાણ કર્યું. સંસારના તમામ પદાર્થોની અંદર
જ્યારે ભિન્નતાનું દર્શન થાય છે. ત્યારે જ આવી ઉત્કૃષ્ટ સિધ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે.
જે ચાર પ્રત્યેક બુદ્ધ મહાત્માઓ જૈન શાસનમાં થઈ ગયા. તેમાંના એક પ્રત્યેક બુદ્ધ નમિરાજા થઈ ગયા. એકત્વભાવના ને ભાવતી વેળાએ નમિરાજર્ષિને નજર સામે લાવી જીવન સાર્થક કરીએ. અને પરપદાર્થો પ્રત્યેના મમત્વ ભાવથી મુક્ત થઈએ હવે ગેય કાવ્યાષ્ટક જોઈએ.