________________
૧૧૬
અન્યત્વ ભાવના
આપણે અન્યત્વ ભાવના ભાવવાની છે. અન્ય તમામ પદાર્થોને ઓળખવાના છે. અનંત કાળથી જીવ સંસારમાં રખડે છે. ભટકે છે. અને દુઃખી થાય છે.
આ મારી માતા; આ મારા પિતા; આ મારો પુત્ર; આ મારી પુત્રી; આ મારી પત્નિ કે આ મારો પતિ ઈત્યાદિ જે મમત્વ ભાવ છે, તે રાગ જનિત છે. તે પુલના કારણે જ છે. પરાઈ ચિંતા અને મમતાના કારણે જ તું પીડાનો શિકાર બને છે. અનંતકાળથી આ વેદના તું સહન કર્યા કરે છે. આત્માના ગુણો ઉપર નજર કર!
પુદ્ગલના મોહમાં ફસાયેલ આત્મા પોતાના જ ગુણોનો વિચાર કરતો નથી. આપણા આત્મામાં બે-પાંચ ગુણો નથી અનંત ગુણો છે ગુણોનો ખજાનો ભરેલો છે. તું જરા તો યાદ કર કે તારી કેટલી શક્તિ છે.
અત્યારસુધી માં બહારના રત્નો જ જોયા પણ આત્મામાં રહેલા સાચા રત્નો જોઈ શક્યા નથી. અવિનાશી અને અમર રત્નોનો તારે વિચાર કરવાનો છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, વિર્ય આ બધા જ ગુણો સર્વોચ્ચ છે. મહાન છે. જ્યારે ક્ષય પામે તેમ નથી. અવિનાશી રત્નો સામે જ હોય તો પૌલિક વાતોમાં કોણ માથું મારે!?
જ્યારે જ્યારે સંસારમાં આધિ-વ્યાધિ ઉપાધિ રોગ શોક દ્વેષ કે ક્રોધાદિ કષાયો હુમલો કરે ત્યારે ત્યારે આ અન્યત્વભાવનું ચિંતન કરજો.
પદ્ગલિક પદાર્થો અને આત્મિક પદાર્થોનું ભિન્નપણું જાણજો. સતત આત્મગુણોનું ચિંતન કરશો. એમ અન્યત્વનો વિચાર કરવો.
यस्मैत्वं यतसे बिभेषि च यतो, यत्रा निशं मोदसे यद्यच्छोचसि यद्यदिच्छसि हृदा यत्प्राप्य पेप्रीयसे । स्निग्धो येषु निजस्वभावममलं निर्लोठ्य लालप्यसे तत्सर्वं परकीय मेव भगवन् नात्मन्न किंञ्चत्तव ॥३॥
હે આત્મન્ ! તું જેના માટે યત્ન કરે છે. જેનાથી તુંરે છે. જ્યાં તું નિરંતર ખુશ થાય છે હૃદયથી તું આનંદ વિભોર બની જાય છે જે પદાર્થો મેળવીને તું આળોટવા લાગે છે તે પદાર્થોની પાછળ પાગલ બને છે તે સર્વ પદાર્થો પરાયા છે. “ન કિંચત્ તવ” તેમાં તારું કશું જ નથી. !