________________
સંસાર ભાવના
પ્રભાવથી
પુદગલની તૃષ્ણા મટે છે. કષાયની અગ્નિ શમે છે. કર્મનો કાદવ હટે છે. વિવેક પ્રગટે છે અને કર્તવ્યનો બોધ થાય છે.
૦માટે જ નયનને કહો કે જ્યાં જ્યાં તારી નજર પડે ત્યાં ત્યાંથી ઊંડું સત્ય શોધજે.
કાન ને કહો કે સાંભળે તેમાંથી ઊંડો બોધપાઠ લેજે. વાચાને કહો કે જે જે ઉચ્ચારે તેમાંથી સત્ય ટપકાવજે અને
કાયાને કહો કે જ્યાં જ્યાં તું હાજરી આપે ત્યાં ત્યાં સેવાની સૌરભ પ્રસરાવજે.
જિનવાણી માત્ર સાંભળવાની જ નથી અંદર પણ ઉતારવાની છે. જિનવાણીના માહાભ્યથી જીવન સુમધુર બને છે. તે
એ જિનવાણીને તું મનમાં ધારણ કર. જેથી કલ્યાણકારી એવી મુક્તિનું સુખ પામી શકાશે. વળી આ જિનવચન શમરસરૂપી અમૃતનું પાન કરાવનાર છે. સમતાની પ્રાપ્તિ જિનવચનમાં જ રહે છે.
શાશ્વત સુખ પ્રાપ્ત કરવા માટે સમતા જરૂરી છે. અને સમતાની પ્રાપ્તિ માટે જિનવચન આવશ્યક છે. આ જિનવચનના સહારે જલ્દી જલ્દી વિરક્ત બની સંસાર ત્યાગી બનો એજ શુભકામના.
પીયૂષ પરબ જ્યાં ગુરુજનોની પૂજા થાય છે, જ્યાં ન્યાયથી દ્રવ્ય મેળવાય છે. અને જ્યાં પરસ્પર કલહ થતો નથી ત્યાં સુખ સૌભાગ્ય અને લક્ષ્મીનો વાસ હોય છે. અને..
જ્યાં જુગારનું પોષણ થાય છે. જ્યાં સ્વજનોનો દ્વેષ અને ઈર્ષા થાય છે. જ્યાં આળસ રહેતી હોય અને જ્યાં આવક અને ખર્ચની તપાસ થતી ન હોય ત્યાં દુઃખ-દરિદ્ર અને દૌભગ્ય રહે છે.