________________
૯૫
શાન્ત સુધારસ વિવેચન ભાગ-૧ બનાય છે. મારું નથી તેને મારું માનવું એ જડતા છે.
આત્માની સાથે જોડાયેલ શરીર મનુષ્યત્વ, સ્ત્રી-પુરૂષ યુવાન વૃદ્ધ અને નાના-મોટાપણું વિગેરે સાથે આત્માને કંઈ સંબંધ નથી તે આત્મા નથી. પોતાના વ્યક્તિત્વને ભૂલવું જરૂરી છે.
અરૂપી આત્મા સાથે સંબંધ જોડવા માટે બાહ્ય રૂપ નામ અને પદાર્થો સાથે નાતો તોડવો પડશે.
આત્મા સાથે તાદાત્મ સાધવા માટે બહારની દુનિયાથી અતીત થઈ જવું પડે. આત્માનંદનો અનુભવ ત્યારે જ થાય કે પરિચયથી દૂર થઈએ. કહ્યું છે કે... “પરિચય પાતક ધાતક સાધુ શું રે.”
આનંદઘનજી મહારાજે સ્તવનમાં જણાવ્યું છે કે સાધુ એટલે સાધક. સાધક એટલે આત્મરમણતા અને આત્મ રમણતામાં પરપરિચય એ પતન કરનાર છે. માટે આત્માની સાચી ઓળખાણ કરીને સંસારના પદાર્થો પ્રત્યે વિરાગ ભાવ કેળવવો એજ.
अबुधैः परभाव लालसा लसदज्ञान दशावशात्मभि : परवस्तुषु हा स्वकीयता विषयावेश वशाद् विकल्पते ॥२॥ कृतिनां दयितेति चिन्तनं परदारेषु यथा विपत्तये । विविधाति भयावहं तथा परभावेषु ममत्वभावनम् ॥३॥
મૂર્ખ અજ્ઞાની માણસો વિષયોના આવેશમાં રત બને છે ખેદની વાત છે કે પરભાવની લાલસામાં ડૂબેલાઓ પર વસ્તુઓમાં પોતાપણું માને છે.
જે માણસો બીજાની સ્ત્રીઓને આ મારી સ્ત્રી છે, એવી કલ્પના જો કરે તો તે દુઃખી થાય છે એવી જ રીતે જે પોતાનું નથી.પરભાવ છે એમાં મમત્વ બાંધે છે તે વિવિધ પીડાઓનું કારણ બને છે.
મૂર્ખ અને અજ્ઞાની માણસોને સ્વભાવદશા અને પરભાવનું જ્ઞાન હોતું જ નથી તેઓ ધર્મક્રિયા કરે પણ આત્માની સ્વભાવ દશા શું છે એ ખ્યાલ ન હોય. વળી પાંચે ઈન્દ્રિયોથી મળતું જે સુખ છે તેમાં જ આસક્ત હોય. પરદ્રવ્યો ને પોતાના માને એમાં જ રાજી થાય. અને સ્વભાવ દશાના જ્ઞાનને સમજી ન શકે. છેવટે દુઃખી થાય.
આપણે જ્યાં સુધી પરભાવમાં રમતા હોઈશું ત્યાં સુધી સ્વભાવ દશાનું