________________
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧
તેટલી રઝળપાટ કરવામાં આવે તો પણ છેવટે શૂન્ય જ છે.
ગાજર ક્યાંથી મળે ?
૮૯
એક કુંભારનો ગધેડો ક્યારેય સીધો ન ચાલે. હંમેશા આડો અવળો જ ઘૂસી જાય. સીધો ચાલે તો એને ગધેડો કેમ કહેવાય ? રોજના આ ક્રમથી કુંભાર પણ કંટાળ્યો. છેવટે કોઈ ડાહ્યા માણસે સલાહ આપી અને ગધેડાને સીધો કેમ ચલાવવો એ બધું સમજાવ્યું. અને એ ઉપાય બરાબર કારગત નીવડયો. ગધેડો બરાબર સીધો ચાલવા લાગ્યો. હવે ક્યાંય આડો અવળો જતો નથી. શું ઉપાય અજમાવ્યો કુંભારે. ખબર છે તમને ?
ડાહ્યા માણસની સલાહ અનુસાર તેણે એક લાકડી લીધી અને લાકડીના એક છેડે દોરી બાંધી ને એક ગાજર લટકાવ્યું અને બીજો છેડો પોતાના હાથમાં રાખ્યો. પછી ગધેડા ઉપર બેસી ગયો એવી રીતે લાકડી રાખી કે ગધેડાની પીઠ ઉપરથી પસાર થઈ ગાજરવાળો છેડો છેક મોંઢા ઉપર જાય એટલે મોંઢાથી ગાજર ચાર આગળ છેટે રહે. બીજો છેડો કુંભારે પકડી રાખ્યો.
હવે ગાજર ગધેડાને દેખાય છે માટે ખાવાની લાલચે સીધો સરળ ચાલે છે અને માને છે કે હમણાં ગાજર મળ્યું સમજો..
બોલો એ ગાજર ગધેડાના મોંઢામાં આવશે ખરૂં ? ક્યારે એને મળશે? સભા- ક્યારેય ગાજર ગધેડો મેળવી નહિ શકે !
બસ આવી જ સ્થિતિ સંસારના સુખ માટેની છે. જેમ જેમ ગધેડો આગળ વધે તેમ તેમ ગાજર પણ આગળ વધ્યા જ કરે એ પ્રમાણે જેમ જેમ સુખની પાછળ માણસ પાગલ બને તેમ તેમ આ સુખ આગળ જ જાય છે. હાથમાં આવતું નથી એમ કરતાં કરતાં કાળ રૂપી જાદુગર આવી બધું પરિવર્તન કરી જાય છે.
ક્યાંક વાંચેલી આ પંક્તિને યાદ કરો.
જીવંત નૅ પણ લોથપોથ કરવાનું કામ- કાળનું ! 8ી મૂકે ઉછળતા કૂવાને પણ નીસ.... સમુદ્રને પણ મૂઠ મારીને એ સાવ સૂકવી નાખે... આકાશમાં ઉડતા પંખીને છરી મૂકે સ્તબ્ધ.... એક જ દૂă કરમાવી નાંખે ગુલાબના વર્તવન.... અને મુરઝાવી નાખે મનુષ્યના આયુષ્યમય મન....