________________
૮૨
સંસાર ભાવના
લીધો એક પુત્રી. બંનેના નામ વાળી સોનાની વીંટી પણ મેળવી લીધી અને વીંટી અનુસારે કુબેરદત્ત અને કુબેરદતા નામ પાડવામાં આવ્યું.
બન્ને બાળકો પુણ્યશાળી હોવાથી ઉછેર લાડકોડમાં થાય છે. બન્ને જુદી જુદી જગ્યાએ ઉછરી રહ્યા છે.
કુબેરદત અને કુબેરદત્તા બન્ને સ્વસ્થાને ભણી ગણીને લાડ-પ્યારથી મોટા થયા. માતા-પિતાનો અપાર પ્યાર મળ્યો. બન્ને રૂપવાન તો હતા જ પણ ગુણવાને ય હતા. યોગ્ય ઉંમર થતા બન્નેના માતા-પિતાએ અરસ પરસ પરણાવી દીધા. ભાઈ બહેન પતિ-પત્ની બની ગયા.
જુઓ તો ખરા-સંસારની કેવી વિચિત્રતા છે. જે સગ્ગા ભાઈ બહેન હતા એ આજ ભવમાં પતિ પત્ની બની ગયા. રે! સંસાર તારું સ્વરૂપ જ કંઈ. નિરાળું છે. ભાઈ બહેનને તો જરાય ખબર નથી કે અમે ભાઈ બહેન છીએ. પણ...
એક વખત ચોપાટની રમત રમતાં રમતાં કુબેરદત્તની આંગળીમાંથી વિટી નીકળી ગઈ અને કુબેરદત્તાના ખોળામાં જઈને પડી. સંસાર સુખ ભોગવતા મજાક મસ્તીને ગમ્મત કરતા ક્યારેક જીવનમાં વળાંક પણ આવે છે. કુબેરદતાએ વીંટી જોતાં જ વિચાર્યું કે મારી અને આની બન્ને વીંટી એક સરખી જ લાગે છે. નામ પણ સરખા જ છે. અમારૂં રૂપ પણ સરખું છે બન્નેની આકૃતિ પણ સમાન છે. આમ કેમ હશે? આમ વિચારી તે રમત પડતી મૂકીને ઉઠી ગઈ એની મા પાસે ગઈ અને કહ્યું કે મા, સત્ય હકીકત શું છે? તે કહો, શું તમે જ અમારા મા-બાપ છો?
મા કહે કે હા બેટા, અમે જ તારા મા-બાપ છીએ. શા માટે આમ પૂછવું પડ્યું. છતાં કુબેરદત્તાનું મન માન્યુ નહિ બહુ આગ્રહ કરે છે ત્યારે એની માતા કહે છે કે હું કશું જાણું નહિ તારા પિતાને પૂછ.
છેવટે પિતાને આગ્રહ કરીને પૂછતા બધી સત્ય હકીકત જાણવા મળી. ખરા માતા-પિતા તો કોણ હશે?પણ અમે સગાભાઈ બહેન છીએ એ વાતની ખાતરી થઈ ગઈ. અને પછી તો બન્ને છુટા પડી ગયા. કુબેરદત્તા પોતાના પિયર આવી ગઈ અને વિચારે છે કે રે કેવો વિચિત્ર છે સંસાર! આ માયા અને મોહના કારણે જ ભાઈ વર્યોને ભાઈ ભોગવ્યો. ના.. હવે એક ક્ષણ પણ આ સંસારમાં રહેવું યોગ્ય નથી. અને એક પાવન પળે...