________________
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧ સંબંધોમાં પરિવર્તન થાય છે. માતા પત્ની અને પત્ની દિકરી બને વગેરે...
અરે એક જ ભવમાં પણ સંબંધો કેવો આકાર લે છે એનું શાસ્ત્રીય દષ્ટાંત પણ આપણે જોઈએ.
કુબેરદત્ત - કુબેરદત્તા....
મથુરા નામની મોટી નગરી હતી તેમાં એક કુબેરસેના નામની ગણિકા રહેતી હતી. તે રોજ નવાનવા પુરૂષોનો સહવાસ કરી આજીવિકા ચલાવતી હતી. અનેક પુરૂષોના સંબંધ દ્વારા એને ગર્ભ રહ્યો અને પૂર્ણમાસે એક જોડકાનો જન્મ આપ્યો. બાળક અને બાળિકા. થોડા દિવસ તો એણે સ્તન પાનાદિ કરાવ્યું પણ પછી એ વિચારે છે કે આપણે રહ્યા વેશ્યા... આ બાળકોને સંભાળવા કે ધંધો કરવો? રોજ નવડાવવા ધોવડાવવા સાફસૂફી કરવી ધવડાવવા. આવી બધી પળોજણ કેમ થાય? વળી એવો વખત પણ મળે નહિ માટે કંઈક કરવું પડશે!
બહુ જ વિચારના અંતે એક મોટી મજબૂત પેટી લાવી એમાં ગાદી પાથરી બન્ને બાળકોને સુવડાવી એમાં મૂકી દીધા. અને બે સોનાની વીંટી પણ મૂકી તેમાં બન્નેના નામ કોતરાવી દીધા. દીકરાનું નામ કુબેરદત્ત અને દિકરીનું નામ કુબેરદત્તા.
દસ દિવસના માસુમ બાળકો મા વિહોણા બની ગયા કેમકે આ પેટી બંધ કરીને યમુના નદીના વહેતા પાણીમાં મૂકી દેવામાં આવી હતી જેથી રામ ભરોસે જ્યાં જાય ત્યાં ખરી..ખરેખર વેશ્યાને દયા જેવું કશું હોતું નથી. માનું દયાળુ દિલ પણ કેવું કઠોર અને નઠોર બને છે.
બીજી બાજુ શૌરીપુરી નગરના બે મિત્ર શેઠીયાને દરરોજ યમુના કિનારે ફરવા જવાની ટેવ. દરરોજ બન્ને મિત્રો સાથે જ જાય અને સાથે જ આવે આ તો રોજનો નિયમ હતો.
એક સુવર્ણપ્રભાતે બન્ને ફરતા હોય છે તો એ વખતે બે બાળકો સાથે પેલી પેટી પણ તણાતી તણાતી આવી રહી હોય છે. બન્ને વેપારીઓએ વિચાર્યું કે આ પેટીમાં કોઈ માલ હોવો જોઈએ માટે આપણે બન્ને જણાએ એમાંથી જે નીકળે તે સરખે ભાગે વહેચી લઈશું. અને પછી ગુપચૂપ નદીમાંથી પેટી કાઢી ને ઘરે લાવી ખોલીને જોયું તો રૂડારૂપાળા ગમી જાય એવા બે બાળકો દીઠા અને કરેલ સમજુતી અનુસારે બન્ને જણાએ વહેંચણી કરી દીધી. એકે પુત્ર