________________
૭૮
સંસાર ભાવના ત્યાંની ભૂમિ ભાગ શ્લેષ્મ વિઝા મળ મૂત્રથી ભરેલો હોય છે. ત્યાં માંસ-હાડકા રૂધિર ચામડું આદિ વેરાયેલ હોય છે તે જગ્યા સ્મશાન કરતાં પણ ભેંકાર લાગે છે ત્યાં જીવો રહીને દુખી બને છે. તેમજ..
- ઠંડીનું પ્રમાણ તીવ્ર હોય છે. કોઈ નારકજીવને પોષ મહિનાની કડકડતી ઠંડીમાં હિમાલય ઉપર વસ્ત્ર રહિત પણે સુવડાવવામાં આવે તો એને હુંફનો અનુભવ થાય. વિચારજો કે નારકમાં કેવી પ્રચંડ ઠંડી હશે.
- વૈશાખ મહિનાની પ્રચંડ ગરમી પડતી હોય તે વેળાએ મધ્યાહ્નની વેળાએ ચારે દિશામાં અગ્નિજવાળાઓ ફેલાયેલ હોય ત્યારે કોઈનરકજીવને ત્યાં લાવવામાં આવે તો એને અપૂર્વ ઠંડકનો અનુભવ થાય કેમકે આ ગરમી કરતાં નરકમાં અનંતગણી ગરમી છે.
- હંમેશા તરસ્યા ને તરસ્યા જ હોય છે. કદાપિ તરસ મટતી નથી.
- નારકીના જીવો સદાય ખણતા જ રહે છે છરી ચપ્પ કે કોઈ પણ સાધન કદાચ મળી જાય અને તેનાથી ખણે તો પણ ખણજ મટતી નથી.
- હંમેશા પરવશપણું જ હોય
- નારકીના જીવોને સતત તાવ રહે છે. જે મનુષ્યના તાવ કરતા અનંતગણો વધારે છે.
- શરીરમાં સદા દાહવર રહે છે.
-અવધિ કે વિભંગ જ્ઞાનના કારણે આવતા ભયને પણ જુએ છે જેથી ભયાકૂળ રહે છે.
- અને તે સદેવ શોકગ્રસ્ત જ હોય છે.
આ સિવાય પણ નરકના જીવોને વેદનાઓ હોય છે. જે પરસ્પરકૃત વેદના કહેવાય છે.
• નારકીજીવ બીજા નારકીજીવને કૂતરાની જેમ મારવા દોડે છે
જેવી રીતે કતલખાનામાં પશુઓના ટુકડા કરવામાં આવે છે. એવી રીતે એક નારકી બીજા નારકી જીવને ક્ષેત્રથી ઉત્પન્ન થયેલ શસ્ત્ર વડે ટુકડા કરી નાખે છે.
ત્યાં સમ્ય દ્રષ્ટિ આત્મા હોય તો તત્વચિંતન કરે છે અને સમતાભાવે દુઃખ સહન કરે છે.
મિથ્યાત્વી જીવ ખૂબ પીડાનો અનુભવ કરે છે અને કર્મબંધન કરે છે.