________________
99
શાન્તસુધારસ વિવેચન ભાગ-૧ આયુષ્યને શુભ કેમ ગયું? નરકના આયુને શુભ કેમ ન ગમ્યું?
એનું કારણ એ છે કે તિર્યંચગતિ તો દેખીતી રીતે અશુભ છે જ. પણ તિર્યંચના જીવોને મરવાની ઈચ્છા થતી નથી. મરણથી બચવા માટે એનો પ્રયત્ન સતત ચાલુ જ હોય છે જ્યાં જ્યાં મરણાંત કષ્ટ આવે એવું હોય ત્યારે પણ એની જીજીવિષા પ્રબળ હોય છે ત્યારે નરકમાં?
સતત નિરંતર ત્યાં મરવાની જ ઈચ્છા હોય છે જલ્દી મરણ આવે તો સારું એવી ભાવના નારકીને હોય છે. માટે નરકના આયુષ્યને અશુભ ગયું છે એવું તે શું દુઃખ હોય છે નરકમાં...!
ત્રણ પ્રકારના દુઃખો દશપ્રકારની વેદના
ક્ષેત્ર કૃત દુખ નરકનું ક્ષેત્ર જ દુઃખદાઈ છે. ત્યાં ગરમી ઠંડી, તરસભૂખ આદિના દુઃખનો કોઈ પાર નથી.
ત્યાં એટલી પ્રચંડ દુર્ગધ હોય છે કે એનો એક અંશ જો પૃથ્વી પર આવે તો એ દુર્ગધથી આખું એક નગર સાફ થઈ જાય. આવા દશ પ્રકારના દુઃખો ને જોઈએ
૧. પુદ્ગલ સાથે જે સંબંધ હોય છે તે અગ્નિ કરતાં વધારે દુઃખ આપનાર હોય છે.
૨. ઊંટ કેગધેડાની ચાલ કરતાં પણ વધારે અશુભ ચાલનારકી જીવોને હોય છે. તપેલા લોખંડ ઉપર પગ મૂકવાથી જે વેદના થાય એના કરતાં પણ અધિક વેદના ત્યાંની ભૂમિ ઉપર ચાલતા થાય છે.
૩. નારકીના જીવોની આકૃતિ અતિ વિકૃત હોય છે.
૪. ઉપરથી પડતા પદાર્થોથી થતી વેદના શસ્ત્રની ધાર કરતાં પણ વધારે તીવ્ર હોય છે.
૫. એમનો વર્ણ અતિ ભયંકર હોય છે. અંધકાર જેવો કાળો. ૬. તીવ્ર દુર્ગધ, સડી ગયેલા પશુ કરતાં પણ વધારે હોય છે. ૭. અત્યંત કડવો રસ હોય છે. ૮. સ્પર્શ-વિછી અને અગ્નિ કરતાં પણ વધારે તીવ્ર સ્પર્શ છે. ૯. ત્યાં નો શબ્દ પણ અતિ પીડાકારી હોય છે. ૧૦. એમના ભાવો પણ વધુ પીડા કરનારા છે.