________________
અશરણ ભાવના
“સુખ કોષ હજી ભરીયા ના પૂરા મુજ અશુ હજી સઘળા ન ટક્યા મુજ ગાન બધા હજી છે અધૂરા
પલવાર જ થોભ તું મોત ભલા.” પણ મોત થોભવાનું નથી. માટે જે જન્મ મલ્યો છે તે જન્મ દ્વારા જીવનને સફળ કરવું જોઈએ કારણ કે જગતમાં કરોડો માણસો જન્મે છે ને કરોડો મરે છે. બધાને કોઈ યાદ કરતા નથી. યાદ કોની રહે.
“સમયની સરિતાના સલિલ સરી જાય છે વખતના વાયરા વહી જાય છે ગગનચુંબી ઈમારતો જમીન-દોસ્ત થઈ જાય છે પણ, જીવનમાં મહાપુરૂષોની યાદ રહી જાય છે
ટુંકમાં મોત સામે માણસ અસહાય છે, લાચાર છે. તો હવે શું કરવું? કોના શરણે જવું? જેથી જીવનમાં શાન્તિ મળે. કેમકે શ્વાસ ક્યારે ખૂટી જશે. એની ખબર પડતી નથી. અને છેવટે કાલની ચિંતામાં જ દુર્ગતિ તરફ રવાના થઈ જવું પડે છે.
ગગરીગર હટ ગઈ તો જલકા ક્યા હોગા, ડાલીગર ૩ ગઈ તો ફલ કા ક્યા હોગા,
વ્યર્થ આશા કે અનગિન બાર લગાને વાલો, સાંગર ખટ ગઈ તો કલકા ક્યા હોગા.
શ્વાસ ખૂટે એની પહેલા સાચું શરણું શોધવા માટે ઉપાધ્યાયજી મહારાજા ગેયકાવ્યમાં શું કહે છે તે જોઈયે.
स्वजनजनो बहुधा हितकामं प्रीति रसैरभिरामम् मरणदशावश मुपगतवन्तम् रक्षति कोऽपि न सन्तम् । विनय ! विधीयतां रे श्री जिनधर्मः शरणम् । अनुसन्धीयतां रे शुचितर चरण स्मरणम् ॥१॥
હિતકારી, પ્રીતિપાત્ર જયારે મૃત્યુ દશાને વશ થાય છે તે સમયે કોઈ સ્વજન એમને બચાવી શક્યું નથી. માટે તે વિનય, હે આત્મન, તું જૈન ધર્મનું શરણું લઈ લે અને નિર્મળ-પવિત્ર ચારિત્ર ધર્મનું સ્મરણ કર!