________________
૬૫
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
લોભની દિકરી માયા તેનો પુત્ર માન, માનનો પુત્ર ક્રોધ, ક્રોધથી દ્રોહ જન્મ અને દ્રોહથી દુર્ગતિની પ્રાપ્તિ થાય અને તેનો પરિવાર સંસાર.. એટલે લોભ બધા જ પાપોનો દાદો થયો. વળી આ લોભ મૃગજળ જેવી તૃષ્ણાથી વૃદ્ધિ પામે છે. જેમ જેમ ઈચ્છાઓ પૂરી થતી જશે તેમ તેમ નવી ઈચ્છાઓ જાગૃત થશે. ઈચ્છાઓનો અંત છે જ નહિ માટે - ઠાણાંગ સૂત્રમાં ૪ ખાડા બતાવ્યા છે. તે કદી પુરા ભરી શકાતા નથી. (૧) પેટનો, ) સાગરનો. (૩) રમશાનનો અને () વણાનો.
તૃષ્ણા સતત વધ્યા જ કરે છે. યોગશાસ્ત્રમાં પણ કહ્યું છે કે तृप्तो न पुत्रै सगरः कुचिकों न गोधनैः । नधान्यैस्तिलक श्रेष्ठी न नन्दः कनको त्करैः ॥
હજારો પુત્રો વડે સગર. ગાયના સેંકડો ગોકુળોથી કુચિકર્ણ તેમજ ધાન્યના ઢગલા વડે તિલક શેઠ તથા સોનાના ડુંગરથી નંદરાજા તૃપ્ત થયા ન હતા. અર્થાત્ આ બધી જ સામગ્રી હોવા છતાં તેમને તે ઓછી લાગતી હતી. તૃષ્ણાની દશા જ એવી હોય છે. વસ્તુનું મૂલ્ય ન હોય તો પણ જીવ તેમાં આસક્ત બની જાય છે. જુઓ
ખોટો તોય ગાંઠનો રૂપિયો ભાંગ્યુ તોય ભરૂચ ઘેલો તો પણ પેટનો દિકરો ખારો તો પણ બાપનો કૂવો.
આમ જીવ તૃષ્ણામાં વધુમાં વધુ આસક્ત બને છે. લોભ દાવાનળમાં બળ્યા કરે છે. માટે તૃષ્ણાને છોડવાનું કામ કરવાનું છે. તૃષ્ણાને પીઠ આપો. એના કહેવામાં નહિ રહેવાનું. એની પાછળ આપણે નહિ એને તમારી પાછળ રાખો. પટેલ પડછાયાની પાછળ પડે છે
એક પટેલ ચાંદની રાતે કુદરતી હાજતે જવા ગયા. ત્યાં થોડો ઘણો ભૂતનો પણ ભય ખરો. રાત્રિના અંધકારમાં ચાંદના પ્રકાશમાં એમણે કંઈક ઓળા જેવું જોયું. પટેલને શંકા પડી કંઈક છે માટે એની પાછળ દોડયા. જેમ પટેલ દોડે છે. તો પેલો ઓળો પણ આગળને આગળ ભાગે છે. પટેલ વિચારે છે કે હાળો હાથમાં આવે તેમ લાગતું નથી. ત્યાં જ સામેથી એક સન્યાસી આવતા હોય છે.. પટેલને જોઈ સન્યાસી બોલ્યા કાં પટેલ ! આમ કેમ ભાગંભાગી કરી છે. પટેલે સત્ય વાત જણાવીને કહ્યું કે જુઓ આ મારી સામે