________________
સંસાર ભાવના જ. ઓળો ઊભો છે. સન્યાસી બધી વાત સમજી ગયા. અને મનમાં જ બોલ્યા કે અરે ભોળા પટેલ, આ તો તારો જ પડછાયો છે !! પટેલ, તારે ઓળાની પાછળ દોડવાની જરૂર નથી જા, ઓળાને પીઠ આપ તો ઓળો જ તારી પાછળ દોડશે. અને છેવટે એમ જ થયું પટેલે પડછાયાને પીઠ આપી ને ચાલવા માંડયા કે પડછાયો પટેલ ની પાછળ.. પાછળ..!
એવી જ રીતે તમે તૃષ્ણાને પીઠ આપો. તમે તૃષ્ણાની પાછળ ન પડો. તૃષ્ણાને છોડો. તૃષ્ણા સતત વધ્યા જ કરે છે. માટે જ યોગશાસ્ત્રમાં કહ્યું છે કે.. ધન વગરનો માણસ સો રૂપિયાની ઈચ્છા કરે. સો રૂપિયા વાળો ૧૦૦૦ રૂા. ને ઈચ્છ. ૧૦૦૦ રૂ. વાળો લાખ રૂા. ની ઈચ્છા કરે. લાખ વાળો કરોડ મેળવવા ઈચ્છા રાખે. કરોડ રૂા. વાળો ઈચ્છે કે રાજા હોઉં તો કેવું સારું! રાજા ચક્રવર્તિ બનવાની ઈચ્છા કરે અને ચક્રવર્તિ દેવ બનવાની ભાવના રાખે. દેવ એવો વિચાર કરે કે હું ઈન્દ્ર બનું તો! અને ઈન્દ્રત મળી જાય તો પણ સંતોષ હોતો નથી.
જેમ જેમ લાભ વધતો જાય તેમ તેમ લોભ પણ વધ્યા જ કરે. અહિં કપિલ કેવળીનું દષ્ટાંત મનનીય અને વિચારણીય છે. તે સ્વયં સમજી લેવું.
વળી વિષયતૃષ્ણા એ મૃગાજળ સમાન છે. રણમાં દૂરથી દેખો તો પાણી લાગે પણ હકીકતમાં વેરાન ભૂમિ જ હોય. એવી જ રીતે વિષયોમાં સુખ દેખાય પણ ભયંકર દુઃખ જ હોય છે.
સંસારના બધા જ સુખોમાં પણ દુઃખનું દર્શન કરવાનું છે. આ સંસાર સાગરમાં પહેલા નંબરે તો લોભના ખળભળાટની વાત કરી છે. કેમ કે એનાથી સર્વ ગુણનો નાશ થાય છે. માટે લોભને મારો
લોભ માટે મરે તે કાયર છે. લોભને મારે તે બહાદૂર છે. ગરીબ તો થોડું જ માંગે પણ લોભી બધુ જ માંગે..” તેમજ નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કેलोभमूलानि पापानि रस मूलानि व्याधय : स्नेह मूलानि शोकानि त्रीणी त्यक्त्वा सुखी भव !
પાપોનું મૂળ છે લોભ, રોગોનું મૂલ છે રસ (આસક્તિ) તેમજ શોકનું મૂળ છે સ્નેહ આ ત્રણેયને (લોભ-રસ-સ્નેહ) છોડીને તું સુખી બન. બધા