________________
૬૧
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧ ગમે તેવી પરિસ્થિતિમાં ડરતો નથી. કોઈપણ જીવ પ્રત્યે દ્વેષ જાગતો નથી. દુઃખ આપનાર જીવ પ્રત્યે પણ દ્વેષ ન થાય, પણ કરૂણા પ્રગટે, દુઃખોની સામે લડતા થાકતો નથી, ધર્મકાર્ય કરતા થાકતો નથી, એનું મન કદીયેખિન્ન બનતું નથી. સદાયે પ્રસન્ન રહે છે. શ્રદ્ધાના આ ત્રણ ફળ છે.
જ્યારે વિકટ પરિસ્થિતિમાં પણ વિચલિત બન્યા વગર અરિહંતાદિ ચાર શરણોનું સ્મરણ કરવામાં આવે ત્યારે શાન્ત સુધાનું પાન થાય છે. આપણા દુઃખોનો ભાર, અશાન્તિનો ભાર, પરમાત્માના ચરણે છોડીને આપણે નિશ્ચિત બનવાનું છે. જે પરમાત્માના ચરણોમાં બધું જ છોડી દે છે એનું રક્ષણ કર્યું ભગવાન કરે છે. એક જૈનેતર કથા ક્યાંક વાંચેલી છે. અત્યારે યાદ આવે છે, સમજવા જેવી છે.
એકદા કૃષ્ણમહારાજા ભોજનના અવસરે જમવા બેઠા હોયે છે અને મહાદેવી રાધા ભલી ભક્તિથી ભગવાનને પીરસવાનું કામ કરી રહી હોય છે. થાળીમાં વિવિધ વાનગીઓ આગ્રહ કરીને મુકેલી છે. ભગવાન હાથમાં કોળીયો લઈ મોંમા મુકવાની તૈયારી કરે છે ને કોણ જાણે એકાએક શું થયું, કે કોળીયો પુનઃ થાળીમાં મૂકી દીધો. જમતા-જમતા ઊભા થયા. દોડયા. મહેલના બારણા સુધી જઈ ને તરત પાછા વળી ગયા. આવીને જમવાનું ચાલુ કર્યું. પ્રેમથી રાધાએ જમાડયા પણ એમના મનમાં વિચારો આવ્યા. ભગવાને કેમ આમ કર્યું? કેમ જમતા-જમતા ઉભા થયા એવું શું કામ પડ્યું? વળી પાછા આવીને ચૂપચાપ બેસી ગયા? રાધાજીથી રહેવાયું નહીં. એમણે પૂછી જ લીધું કે ભંતે! આમ કેમ? ભગવાન તો અંતર્યામી હતા, બધું જાણતા હતા. કૃષ્ણ કહે છે કે પ્રિયે! તમને નહિ કહું તો કોને કહીશ. તમારાથી શું અજાણ્યું હોય?
“જ્યાં પ્રેમ હોય ત્યાં સમર્પણ હોય
જ્યાં સમર્પણ હોય ત્યાં કશું ગમ ન હોય.” ત્યાં કશું જ છુપાવવાનું હોતું નથી. કૃષ્ણ કહે છે કે વાત એમ હતી કે નીચે પૃથ્વીલોકમાં મારો એક પરમ ભક્ત દરરોજ હાથમાં એકતારો લઈ મારા નામનું રટણ કરે છે. મારો ભક્ત હોઈ મારી નજર એની સામે અવાર નવાર રહેતી જ હોય છે. આજે “શ્રી કૃષ્ણ શરણં મમ” ગાતો ગાતો ગામની ગલીમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યાં જ કેટલાક બાળકો હાથમાં પથ્થર લઈને એને સતાવતા હતા. એની સામે ફેંકતા હતા. આ દ્રશ્ય મેં જોયું અને