________________
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧ મમતાના સંગને છોડી દે અને શાશ્વત સુખના નિધાન રૂપ શાન્ત સુધારસનું પાન કર.
સઘળા યે વિખવાદનું મૂળ છે મમત્વભાવ. જરા, મરણ, રોગ જેવી અશરણતાથી કોઈ બચવાનું તો નથી જ તો શું કરવું? રોગાદિના કારણે જીવ દુઃખી બને છે એનું કારણ છે મમત્વભાવ. જો વસ્તુ ઉપર મમત્વ ન હોય તો દુઃખ પણ ઘટી જાય છે. મમતા દૂર થાય ત્યારે સમતા આવે છે. જીવની દુઃખદ પરિસ્થિતિમાં કોઈ સ્વજન પરિજનો વહારે આવતા નથી ત્યારે જીવ ખૂબજ આર્તધ્યાન કરે છે પણ જો મમતાને ત્યજી દીધી હોય તો કોઈ વાંધો આવતો નથી.
સંભૂતિ મુનિ ઉચ્ચકક્ષાના ચારિત્રધર મહાત્મા હોવા છતાં પણ ચક્રવર્તિની સ્ત્રીના વાળનો સ્પર્શ થવા માત્રથી કામવાસના પ્રબળ બની અને ચક્રવર્તિપણું મેળવવાની ઈચ્છા જાગ્રત થઈગઈ. આ એક પ્રકારનું મમત્વ જ છે. મમત્વથી બંધાયેલ સંભૂતિ મુનિએ તપના પ્રભાવથી ચક્રવર્તિપણું મળો આવું નિયાણ બાંધી દીધું.
નિયાણુ એટલે ધર્મના બદલામાં સંસારની માંગણી. ઐરાવણ હાથીને વેચી ગધેડાને ખરીદવા જેવું કામ કરવું. નિયાણા ૯ પ્રકારના છે
“તપના પ્રભાવથી હું રાજા બનું ધનવાન ગૃહસ્થ બનું પુરૂષ હોય ત્યારે સ્ત્રી બનું સ્ત્રી હોય ત્યારે પુરુષ બનું દેવ બનું બહુરતા બનું (ઘણા દેવ-દેવીનો ભોગ) વિરત દેવ બનું સાધુને દાન આપનાર ગૃહસ્થ બનું જલ્દી વ્રત મળી શકે માટે દરિદ્રી બનું.” .
આ નવમાં પહેલા છ નિયાણાથી દુર્લભ-બોધિપણું થાય માટે કનિષ્ઠ છે. છેલ્લા ત્રણ નિયાણા શુભ છે.
જ્યારે તમે ધર્માનુષ્ઠાનો કરો છો એ વખતે સંસારના કોઈ સુખની અપેક્ષા પૂર્વક કરવી જોઈએ નહિ અને ધર્મના પ્રભાવથી આ સુખ મને મળો