________________
૬o
• અશરણ ભાવના
એવી કોઈ અપેક્ષા કરવી નહિ.
સંભૂતિમુનિ બ્રહ્મદત્ત ચક્રવર્તિતરીકે જન્મ્યા તો ખરા પણ છેવટે મરીને સાતમી નરકે ગયા. કેમકે રાજ્ય-વિષયો-પરિગ્રહ આદિ ઉપર ગાઢ મમત્વ હતું. માટે અહિં મમત્વ છોડવાની વાત કરે છે. બીજા નંબરમાં ચાર શરણનો સ્વીકાર કરવાનો છે. વાસ્તવિક્તા તો એ છે કે જે મમતા ત્યજી શકે તે જ શરણાંનો સ્વીકાર કરી શકે. કેમકે મમતા જીવંત હોય તો શરણ સ્વીકાર પણ સહજ નહીં બને. માટે મનથી મમત્વને તિલાંજલિ આપવી પડશે. સાજી થાઉં તો..
૭૦ વર્ષની ઉંમરે મરણ પથારીએ પડેલા કાકાની આજુબાજુ સ્વજનો ગોઠવાઈ ગયા હતા. આખી જીંદગી કાકાએ પરિગ્રહ અને મમતમાં વીતાવી હતી. ત્રણ-ત્રણ વાર તો લગ્ન કર્યા હતા. પરિજનો છેલ્લી જીંદગી સુધરે માટે નવકાર મંત્ર સંભળાવે છે. કોઈ ચાર શરણ સ્વીકાર કરાવે છે એમાં બધા ભેળા થઈને બોલ્યા...
“મારે અરિહંતનું હોજો શરણું
કાકાને કહે છે કે તમે પણ આ રટણ કરો. આમ વારંવાર અરિહંતસિદ્ધ આદિના શરણની વાત કરે છે. આ બધું સાંભળીને કાકાને કંટાળો આવે છે. પણ કશું બોલતા નથી. છેવટે થોડું બોલવાનું જોર એકઠું કરે છે. કંઈક કહેવા જાય છે ત્યાં જ બધા બોલ્યા કે... બોલો....
મારે અરિહંતનું હોજો શરણું “એટલે કાકા પણ જેટલી શક્તિ હતી તે બધી ભેગી કરીને બોલ્યા કે સાજો થાઉ તો ચોથી પરણું...”
જુઓ તો ખરા બિચારાની માનસિક સ્થિતિ...!! X મમત્વભાવ છોડવો ખૂબ જ જરૂરી છે. વિશ્વના સર્વશ્રેષ્ઠ, સર્વગ્રાહી, સર્વગુણ સંપન્ન એવા ચાર શરણનો સ્વીકાર કરવો છે. શરણ સ્વીકાર ત્યારે જ શક્ય બને કે શ્રદ્ધા હોય તો. માટે જેના શરણે જવું છે, તે સત્ય છે. તે શ્રેષ્ઠ છે. જંગતમાં આધારભૂત અને શરણભૂત આ ચાર જ છે. બીજા બધા જ અશરણ છે આવી દઢ શ્રદ્ધા જાગવી જોઈએ. સીતા-દમયંતી, સુદર્શન શેઠ વિગેરે મહાપુરૂષોના દિલમાં પરમાત્મા પ્રત્યે અવિહડ શ્રદ્ધા હતી માટે ગમે તેવા પ્રખર વિદ્ગોમાં પણ અડગ રહી શક્યા.
શ્રદ્ધા પ્રગટે એટલે નિર્ભયપણું, અદ્વેષ અને અખેદની પ્રાપ્તિ થાય છે.