________________
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧
અને ચિંતાતૂર બની ગયા.
મારી સ્વરૂપવતી અને પ્રેમાળ પત્નીઓ આંસુ વહાવતી છતી મારા દુઃખને દૂર ન કરી શકી. આ મારી કરૂણતા-અશરણતા છે.
૫૩
શ્રેણીકરાજા એક ચિત્તે આ બધું સાંભળે છે. પછી મુનિને પૂછે છે કે કહો મુનિવર... એ કહો કે તમારી વેદના દૂર કેવી રીતે થઈ. મુનિએ પ્રત્યુત્તરમાંકહ્યું કે રાજન્ ! જ્યારે હું સાવ અનાથ અશરણ બની ગયો ત્યારે મેં વિચાર્યું કે અહો જગમાં કોઈ કોઈનું નથી. જીવને આધાર હોય તો એક માત્ર પરમાત્મા છે. જો પરમાત્માને પકડી લઈએ તો કોઈને પકડવાની જરૂર પડતી નથી. માટે જ કહેવાય છે ને
“માની આંગળીએ બાળક સલામત પરમાત્માની આંગળીએ ભક્ત સલામત
જો દેવ-ગુરૂ-ધર્મના શરણે જઈએ તો દુઃખ મુક્ત બનતા વાર લાગતી નથી અને એટલે જ હે રાજન્ ! મેં સંકલ્પ કર્યો કે જો મારી આ વેદના શાન્ત થાય તો હું ક્ષમાવાનૢ - ઈન્દ્રિય-મનને જીતનારી અને નિરારંભી બનાવનાર સાધુતાનો સ્વીકાર કરીશ. અને... એ રીતે ચિંતવન કરતાં જ ઘણા સમયે ઘણા દિવસો પછી મને ઉંઘ આવી ગઈ. કેટલીયે રાતોના ઉજાગરા થયા હતા. તે બધું શાન્ત થઈ ગયું અને સવારે જાગ્યો ત્યારે મારી તમામ વેદના શાન્ત થઈ ગઈ. તમામ પ્રકારનુ દર્દ ચાલ્યું ગયું. અને પ્રભાતે મેં મારા માતા-પિતા આદિ સ્વજનોને મારા સંકલ્પની વાત કરી. શુભ સંકલ્પનો પ્રભાવ જણાવ્યો. અને સાધુ બનવાની રજા મેળવી. અને હું સાધુ બની ગયો. સાધુ જીવનનું પાલન કરવા લાગ્યો. ક્રોધાદિ કષાયોનું શમન અને ઈન્દ્રિયોનું દમન કરવા દ્વારા પંચાચારનું પાલન કરી હું સનાથ બન્યો.
હું મારો અને પરનો એટલે કે બીજા જીવોનો પણ નાથ બન્યો. અણગાર બની આત્મદમન દ્વારા નાથ બનાય છે. કહ્યું છે કે - આત્મા વૈતરણી નદી છે. આત્મા જ વજ કંટકોવાળું શાલ્મલી વૃક્ષ છે. આત્મા જ કામદુગ્ધા ધેનુ છે અને આત્મા જ નંદનવન છે. આત્મા જ સુખ - દુઃખનો કર્તા છે, આત્મા જ મિત્ર છે, આત્મા જ શત્રુ છે.
રાજન્ ! હું અણગાર બન્યો હોઈ હું પોતાનો નાથ બન્યો છું. જ્યાં સુધી જીવ સંસારમાં, વિષય કષાયમાં મગ્ન રહે છે ત્યાં સુધી વૈતરણી નદી રૂપ છે.