________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
પપ ઉપાધ્યાયવિનયવિજયજી મહારાજા અશરણ ભાવનાનું ચિંતન આગળ ધપાવે છે. યાદ રાખજો આપણે ભાવનાનું ચિંતન કરવાનું છે વારંવાર ચિંતન કરવાનું છે, ભાવનાથી ભવ વિનાશ થાય છે.
અશરણ ભાવનાનું ચિંતન કરવું છે આપણે. જુઓ, (જેવી રીતે માછીમાર માછલીઓને પકડી લે છે તેવી જ રીતે ઝૂર યમરાજા, હાથીઘોડા રથ અને પદાતિ સૈન્યથી અખ્ખલિત બળને ધારણ કરનાર રાજાઓને ક્ષણવારમાં જ પકડી લે છે પછી એ રાજાઓ ભલે ને દીનતા પ્રગટ કરે.
મોટા-મોટા સમ્રાટો ક્ષણભરમાં કાળના ખપરમાં હોમાઈ ગયા. મહાકાળથી બચવા કોઈ મનુષ્ય વજમય ઘરમાં પ્રવેશ કરે અથવા મખમાં તરણું લઈને ઉપર ઉભો રહે (તારી ગાય છું મને બચાવ એમ કહે) તો પણ નિર્દય યમરાજા કોઈને ય છોડતો નથી. તેમજ દેવોને આધિન કરનાર મંત્રો, વિદ્યાઓ અથવા ઔષધિઓનો પ્રયોગ કરે અથવા શરીરને પુષ્ટ કરનાર રસાયણનું સેવન કરે છતાં પણ મૃત્યુ તેને છોડતું નથી. માટે છે વિનય ! જૈન ધર્મનું શરણ સ્વીકાર.)
જીવની મરણ સામે કેવી અશરણતા છે
કરોડો ઉપાયો કરવા છતાં જીવ મૃત્યુની ચુંગાલમાંથી બચી શકે તેમ નથી.
શદને ટેપમાં, ચિત્રને કેમેરામાં, સુગંધને બાટલીમાં અને સવાદને રીઝમાં રાખી શકાય પણ મૃત્યુને કેદ કરવાનું કોઈ મશીન હજુ શોધી શકાયું નથી.
એજ પ્રમાણે વૃદ્ધાવસ્થા સામે પણ જીવ લાચાર બની જાય છે. “વૃદ્ધાવસ્થા વાઘણ જેવી છે. રોગો દુશ્મનની જેમ પ્રહાર કરે છે. ફૂટેલા ઘડામાંથી જેમ જળ નીતરે તેમ આયુષ્ય ચાલ્યું જાય છે.”
તમે ચિરકાળ સુધી પ્રાણાયામ કરો. શ્વાસ રોકવાનું કરો સમુદ્રની પેલે પાર જઈને રહો અથવા તો પર્વતના શિખર ઉપર વાસ કરો તો પણ એક વખત જરાચી દેહ જીર્ણ થવાનો જ છે. અર્થાત્ વૃદ્ધાવસ્થા તો આવશે જ.
સશોભિત શ્યામ કેશકલાપથી મનોહર શિરને શ્વેત કરનાર, સંદર શરીરને શુષ્ક કરી દેનાર એવી વૃદ્ધાવસ્થાને રોકવા કોણ સમર્થ છે?