________________
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧
૫૧
અફાટ સંસાર સાગરમાં જો બચાવનાર હોય તો એક માત્ર ધર્મ જ છે માટે સાચું શરણું એ જૈન ધર્મ-ચારિત્ર ધર્મ જ છે. તમે રોજ સ્મરણ કરો છો ને ?......
“ચત્તારિ શરણં પવજ્જામિ અરિહંતે શરણ પવામિ સિદ્ધે શરણ પવજ્જામિ
સાહ્ શરણ પવજ્જામિ કેવલિ પનત ધમ્મ શરણં પવામિ."
અરિહંતાદિ ચારના શરણનો સ્વીકાર કરવાનો છે જેથી ક્યારે પણ જીવ દુર્ગતિમાં જાય નહિ અને કદાચ જાય તો સમાધિ અને સમતામાં લીન બને. આ ચાર શરણો એ વિશ્વના મહાન-શ્રેષ્ઠ શરણો છે. જે આત્મા આ ચારના શરણે જાય છે તે પરમ સુખી બને છે.
બીજી વાત એ છે કે ચારિત્રનું શરણ પવિત્ર છે. સંયમ જીવન જ જીવને આધારભૂત છે. પણ કમનસીબી એ છે કે......
“રોગના ભચથી માણસ ખાવાનું છોડી દે છે પણ મોતના ભચથી પાપ કરવાનું છોડતો નથી.” અનાથિ મુનિની અશરણતા ઃ
ભગવાન મહાવીરે સ્વયં અનાથિ મુનિની વાત ઉત્તરાધ્યયન સૂત્રમાં કહી છે. તમે કદાચ કથા તો સાંભળી જ હશે. એટલે વાતના મુખ્ય મુદ્દા ઉપર જ જઈએ. વન-જગંલમાં ફરતા ફરતા શ્રેણીક રાજાએ “મંડિત કુક્ષિ’” નામના નંદનવન જેવા સુંદર ઉદ્યાનમાં ઝાડ નીચે બેઠેલ યુવાન-રૂપવાન અને ગુણવાન તેજસ્વી મુનિને જોયા. તે મુનિ અતિ સુકોમળ હતા અને સમાધિમગ્ન હતા.
આવા મુનિવરને જોઈને રાજા વિનયથી નમી પડયો. બે હાથ જોડી મુનિની સામે બેઠો પછી અતિ વિનમ્ર ભાષામાં પૂછ્યું કે હે મુનિ, તમે ખૂબજ નાની ઉંમરમાં આ કઠોર માર્ગ કેમ ગ્રહણ કર્યો ? હજુ તમારી ઉંમર વિષય ભોગો ભોગવવાની છે. આવી કાચી ઉંમરે વ્રત ગ્રહણ કરવાનું શું કારણ ?
ત્યારે મુનિએ પ્રત્યુત્તરમાં કહ્યું કે હે રાજનૢ ! હું અશરણ છું. અનાથ છું. મારો યોગક્ષેમ કરનાર ‘નાથ’ કોઈ નથી. કોઈ શરણદાતા પુરૂષ મને મલ્યો નહિ, કોઈ સ્વજન-મિત્ર-સ્નેહી નથી માટે મેં યૌવન કાળમાં સાધુવેશ ગ્રહણ