________________
૩૭
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ છે. યુવાવસ્થામાં અબુધ લોકો સ્ત્રી-પુરુષો ભોગવિલાસમાં રચ્યા પચ્યા રહેતા હોય છે કારણ કે સ્ત્રી-પુરૂષનો સમાગમ એજ સર્વોચ્ચ સુખ છે તેમ અજ્ઞાની જનો માને છે યુવાનીમાં સ્ત્રી-પુરૂષોમાં વિષય વાસનાનો આવેગ પ્રબળ હોય છે. પણ મૂઢ માણસોને ખ્યાલ નથી કે વિષયો ભોગવવાથી શાન્ત પડતા નથી. અને આ યુવાનીનો કાળ પણ અનિત્ય છે.
ખરેખર કૂતરાની પૂંછડી જેવું વક્ર છે આ યૌવન. જોતજોતામાં યૌવન નષ્ટ થઈ જશે. યુવાન પુરૂષ વિષયના આવેગમાં સ્ત્રીને પરવશ બની જાય છે તેની બુદ્ધિ કુંઠિત બની જાય છે. પણ વિષયોની કુટિલતા, દુઃખપૂર્ણતા એ સમજી શક્યો છે ખરો? ખેદની અને દુઃખની વાત છે કે પરિણામે ભયંકર એવા આ વિષયોમાં કેમ જીવ ફસાઈ જાય છે?
યુવાનીનું જોર“હાથીના કાન જેવું. સંધ્યાના રંગ જેવું. પીપળાના પાન જેવું, ધુમાડાના ગોટા જેવું, અને પાણીના પરપોટા જેવું છે. ક્યારે ફૂટી જશે એની ખબર નહિ પડે.”
યૌવનમાં પણ શરીર રોગગ્રસ્ત બની શકે છે. યુવાનીમાં પણ મોત આવી શકે છે. ૭૨ વર્ષના દાદા બેસી રહે ને ૨૨ વર્ષનો જુવાનજોધ પૌત્ર ઉપડી જાય કહ્યું પણ છે ને?”
“જે ઘરમાંથી દીકરાનું ફૂલેકું નીકળે છે એ ઘરમાંથી જુવાનજોધ દીકરાની નનામી પણ નીકળે છે.”
યૌવનવયમાં પ્રિયપાત્રનો વિયોગ પણ થઈ શકે છે. યૌવનમાં નિરાશાહતાશા ઘેરી વળે છે. એવે સમયે યથેચ્છ ભોગો ભોગવી શકાતા નથી માટે યૌવન વ્યર્થ લાગે છે. માટે યૌવન કાળને સાર્થક કરી સંયમિત જીવન જીવવા માટે કટિબદ્ધ બનવું જોઈએ.
વ્રત અને મહાવ્રતમાં ઉદ્યમવંત બનવું. બ્રહ્મચર્યના પાલનમાં તત્પર બની યોવનને સાર્થક કરવું......
શક્તિ હોતે છતે નિયમ, ચીવનમાં વ્રત અને દરિદ્રાવસ્થામાં અલ્ય પણ દાન મહાન ફળને આપનાર છે.”
વળી પણ કામવિકારોની પ્રબળતા બતાવતાં ઉપાધ્યાયજી મહારાજ શું કહે છે તે પણ જોઈએ