________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
કર્મ છિપે નહિ ભભૂત્ત લગાવ્યો.
માટે ભવાંતરમાં નરકાદિ દુર્ગતિમાં જઈ મહાદુઃખોના ભોક્તા ન બનીએ તેની કાળજી રાખી શાશ્વત સુખની પ્રાપ્તિ માટે અનિત્ય ભાવનાના માધ્યમે આત્મચિંતનમાં ઊંડા ઊતરીને પ્રશમમય બનીએ.
આત્મચિંતન માટે છેલ્લે-છેલ્લે ઉપાધ્યાયજી મહારાજ શું કહે છે તે જોઈએनित्यमेकं चिदानन्दमयमात्मनो
रुपमभिरुप्य सुख मनुभवेयम् । प्रशमरस नवसुधा पान विनयोत्सवो
भवतु सततं सतामिह भवेऽयम् ॥९॥ અનિત્ય ભાવનાનો આ છેલ્લો શ્લોક છે. અત્યાર સુધીમાં આપણે જોયું કે બધું જ અનિત્ય છે. અસ્થિર છે. ચંચળ છે. નાશવંત અને ક્ષણિક છે. તો પછી પ્રશ્ન થાય કે શાશ્વત, નિત્ય અને સ્થિર શું છે?
એના જવાબમાં અ૪િ જણાવે છે કે “નિત્યમેકં ચિદાનંદ સ્વરૂપ એક આત્મા જ નિત્ય છે એના સ્વરૂપને તું જાણ અને સુખનો અનુભવ કર તેમજ પ્રશમ રસ રૂપી નવું અમૃત પાન કરવા વડે અપૂર્વ આનંદોત્સવ ચશે સજ્જનોને આ ભવમાં સતત આવો આનંદ મળ્યા જ કરો. આત્માનો પરિચય :
આત્મા સ-ચિત્ અને આનંદમય છે. આપણા જ દેહમાં પણ દેહથી ભિન્ન એવો નિર્મળ આત્મા છે. તેની બરાબર પિછાણ કરવાની છે. આત્મા એકલો જ છે. એકલો જ આવ્યો છે જે શાશ્વત છે- સ્થિર છે- નિત્ય છે. આત્મા ક્યારેય મરતો નથી. વિશુદ્ધ છે. અનંત સુખનો માલિક છે. પરમાનંદમય છે. નિર્વિકાર છે. નિરામય છે. અનંત શક્તિશાળી છે.
યોગી પુરૂષોએ આત્માના અનેક ગુણો ગાયા છે. આત્માની ખૂબ ખૂબ પ્રશંસા કરી છે. આત્મા અરૂપી છે. નિરંજન- નિરાકાર છે. આવા આત્માનું ધ્યાન યોગી પુરૂષો જ કરી શકે છે. અને એ ધ્યાનથી પ્રશમરસના અપૂર્વ સુખની પ્રાપ્તિ થાય છે. એજ યોગીઓનો મહોત્સવ હોય છે કેમકે પ્રશમરસના સુખથી કર્મ નિર્જરા થયા કરે છે અને કર્મ નિર્જરા જેવો બીજો આનંદ કયો?