________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
૪૫
૨ થી આશરણ ભાવના ये षट् खंड मही महीन तरसा निर्जित्य बभ्राजिरे ये च स्वर्गभुजो भुजोर्जितमदा मेदुर्मुदा मेदुरा : तेऽपि क्रूर कृतान्त वक्त्ररदनै निदल्यमाना हठा ત્રા : શRUTયa -વિશા: ક્ષત્ત વીનાના: . ? | I
સંસારના તમામ પદાર્થો અનિત્ય છે. ક્ષણભંગુર છે અને ચંચળ છે માટે જે અનિત્ય હોય તેનો વિશ્વાસ કરાય નહિ તે અશરણ છે માટે અનિત્ય ભાવનાનું નિરૂપણ કર્યા પછી બીજી ભાવના અશરણ મૂકવામાં આવી છે.
પૂ. ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજ શાન્તસુધારસ ગ્રન્થમાં હવે અશરણ ભાવના સમજાવે છે. (પોતાની અલીણ શકિત દ્વારા છ ખંડને જીતનાર સમગ્ર પૃથ્વી ઉપર વિજય પ્રાપ્ત કરનાર ચક્રવર્તી તેમજ પોતાની અજેય શકિતથી ઉન્નત અને અપૂર્વ હર્ષચી સદાય આનંદમાં રહેનાર સુરેન્દ્ર જયારે તેમના ઉપર નિર્દય યમરાજા બળાત્કાર કરે છે અને પોતાના તીક્ષ્ણ દાંતોથી એમને ચીરી નાંખે છે ત્યારે તે સમ્રાટ - દેવ - દેવેન્દ્ર કે રાજા-મહારાજા હીન-દીન બનીને અારણ સ્થિતિમાં ચારે તરફ જોતા રહે છે.)
મૃત્યુના આગમન વખતે કોઈ કોઈને બચાવી શક્યું નથી. બધા જ અશરણ છે.
“ફાંસીની સજા પામેલ કેદી દયાની અરજી કરે તો કદાચ સજામાંથી મુક્ત બની શકે છે. પણ ગમે તેટલું હૈયાફાટ રૂદન કરવા છતાંય શરીરમાંથી નીકળી ગયેલ આત્મા ફરી પાછો શરીરમાં પ્રવેશ કરતો નથી.”
જ્યારે મોત નજર સમક્ષ જ નગ્ન નાચ કરતું હોય ત્યારે તમે ગમે તેમ ડાફોળીયા મારો, ચકળવકળ નજરે ચારે બાજુ જુઓ છતાં પણ કોઈ બચાવનાર આવતું નથી. તમારી સત્તા, તમારો વૈભવ, તમારું પદ કે તમારો પરિવાર તમને બચાવી નહીં શકે.. કેમ કે.. અંતિમ સમયે પૈસા બેંકમાં, ગાડી ગેરેજમાં, પત્ની મકાનમાં, પરિવાર સ્મશાનમાં અને શરીર ચિતામાં પડી રહે છે કેવળ બિચારો જીવ એકલો ચાલ્યો જાય છે.