________________
૪૧
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧
માટે દાન આપવું જોઈએ જેથી... “મમત્વ ભાવ ઘટે, મન ખુશ રહે, જગતમાં યશ ફેલાય, શાતિ સમતા મળે”
ટુંકમાં લક્ષ્મીનો મોહ પણ છોડી દેવો. જો તમે લક્ષ્મી આદિનો ત્યાગ નહિ કરો તો એ તમને છોડીને જશે અને કદાચ એમ નહિ બને તો છેવટે તમે સ્વયં અહિં જ બધું મૂકીને ચાલ્યા જશો...
“કાં માળી મરી જશે કાં ફૂલ કરમાઈ જશે” મરણ સુનિશ્ચિત પણે આવશે જ. ઉપાધ્યાય વિનયવિજયજી મહારાજ મહાકાળ યમરાજા કેવો છે તેનું વર્ણન કરે છે તે હવે જોઈએकवलयन्नविरतं जंगमा जंगमं
जगदहो नैव तृप्यति कृतान्तः । मुख गतान् खादतस्तस्य करतलगतै
न कथमुपलप्स्यतेऽस्माभिरन्त ः ॥८॥ અહો... કેવું આશ્ચર્ય છે... આ જગતમાં રહેલ તમામ જંગમ અને સ્થાવર પદાર્થોને ભસ્ય કરતો કાળ કયારેય તૃત થતો નથી. અવિરત-નિરંતર પદાર્થોનું ભક્ષણ થયા કરે છે. કાળના ખપ્પરમાં બધું હોમાઈ ગયું... કાળના મોઢામાં ગયેલને ખાતા જોઈને તેના હાથમાં રહેલ આપણે કેમ હજુ કંઈ જ વિચારતા નથી?
એક પછી એક જીવ મહાકાળની ઊંડી ગર્તામાં ગબડી પડે છે. કેટલાક મરે છે ત્યારે આપણે એનાલિસ્ટમાં જ છીએ એ ભૂલી જઈએ છીએ. અત્યાર સુધીમાં કેટલાયને સ્મશાનમાં મૂકી આવ્યા પણ ક્યારે એવો વિચાર નથી આવ્યો કે મારો નંબર પણ અહિં જ આવવાનો છે. તમે જ્યારે ફોન કરતા હો ત્યારે જો એંગેજ ટોન આવતો હોય તો અંદર રહેલી કેસેટમાંથી જવાબ આવે कृपया प्रतिक्षा कीजिए आप कतारमें खडे है॥
સંભળાય છે ને તમને આવો અવાજ? સભા- હાજી..