________________
૨૬
અનિત્ય ભાવના
૧) ૨૬ અનિત્ય ભાવના
ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજ શાન્તસુધારસ ગ્રન્થનો જાણે હવે જ પ્રારંભ કરે છે. બાર ભાવના તથા ચાર મૈત્રાદિ ભાવનાનું સવિસ્તાર વર્ણન હવે થશે.
દરેક ભાવનામાં શરૂઆતમાં ૩,૫ કે ૭ શ્લોક ઉપોદ્ઘાત જેવા હશે અને ત્યાર પછી ગેય કાવ્ય મૂકવામાં આવેલ છે. એક એક ભાવનાનું સવિસ્તાર વિવેચન કરવામાં આવ્યું છે. એમાં સૌ પ્રથમ સંસારના પદાર્થોની અનિત્યતા બતાવવા માટે અનિત્ય ભાવનાનું વર્ણન કરે છે.
वपुर वपुरिदं विदभ्रलीला परिचितमप्यतिभडगुरं नराणाम् । तदतिभिदुर यौवनाविनीतं भवति कथं विदुषां महोदयाय ॥ ९ ॥
વાદળાની ઘટાની જેમ મનુષ્યોનું આ શરીર ક્ષણભંગુર છે એટલે જાણે અશરીર જ છે (હોવા છતાં ન હોવા જેવું) વિષય-વિકાર રૂપ વજ્રજેવા યૌવનથી અવિનિત શરીર પંડિતજનોને મહોદયનું કારણ કેમ થાય ? અર્થાત્ ન થાય !
સંસારના અનિત્ય પદાર્થોની માયાજાળમાં જીવ મુંઝાઈ રહ્યો છે. જે શાશ્વત નથી નાશવંત છે એની પાછળ આપણે મોટો ભોગ આપી રહ્યા છીએ. માણસને સૌથી આકર્ષણનું કેન્દ્ર હોય તો શરીર.. અને એટલે જ આ શ્લોકમાં શરીરની અનિત્યતા બતાવે છે. શરીર પ્રત્યેનો પ્રેમ જીવને જબિરજસ્ત છે. એ જ્યાં ત્યાં શરીરને જ મુખ્ય ગણે છે. યાદ રાખજો શરીર આત્માથી ભિન્ન છે. આત્મા જુદો છે. શરીર જૂદું છે. આવું ભેદ જ્ઞાન મેળવવાનું છે. આ શરીર ક્યારે માટીમાં મળી જશે એનો ખ્યાલ નહીં આવે. માટે ક્ષણિક નાશવંત એવા શરીર પ્રત્યેના મમત્વભાવને છોડવો જોઈએ. આપણે શરીરને બહુ જ મહત્વ આપીએ છીએ એટલે દુઃખી બનીએ છીએ. જ્યારે તમારે પાલિતાણા યાત્રા કરવા જવાનું થાય ત્યારે સૌથી પહેલો પ્રશ્ન શું થશે ?
બસમાં જગ્યા મળશે ? ધર્મશાળામાં રૂમ મળશે ? ભોજનશાળા બરાબર હશે ને ? વિગેરે.....
જ
આ પ્રશ્નો કોના માટે ! શરીર માટે જ સ્તો. બસ એ જ રીતે સર્વત્ર શરીરનું રખોપું કરીએ છીએ પણ શરીર ક્યારે દગો આપશે એ કહેવાય નહિ!