________________
શાન્ત સુધારસવિવેચન - ભાગ-૧
૨૫ લોક સ્વરૂપ ભાવના ન હોય તો અનંત જીવ સૃષ્ટિનું ચિંતન થતું નથી બોધિ દુર્લભ ભાવના ન હોય તો સમ્યકત્વ પામવાની ઈચ્છા થતી નથી ટુંકમાં બારે ભાવના ખૂબ ખૂબ જરૂરી છે....
અહિં બાર ભાવના તથા બીજી મૈત્રી પ્રમુખ ચાર ભાવના મળી કુલ ૧૬ ભાવનાનું સ્વરૂપ હવે વિસ્તારથી સમજવાનું છે
અમૃત છાંટણા
* હંમેશા સૂર્ય ઉગે છે. યુવાવસ્થા ઘટે છે ને જરાવસ્થા આવે છે. વહાણે વહાણે હાનિ થતી જાય છે. ત્યાં શરીરની કુશળતા શું હોય?
* જરા રૂપી કૂતરો છે. જોબન રૂપી સસલો છે અને કાળરૂપી શિકારી છે. તેમાંના બે દુશ્મનની વચ્ચે આ શરીર રૂપી ઝુંપડું રહેલું છે.
* એકલા યાત્રાએ જવું, અન્ય સ્ત્રીઓની સાથે જાગરણ કરવું, દૂર પાણી ભરવા જવું, પિયર વધારે રહેવું, કપડાં લેવા દેવા ધોબીને ઘેર જવું, ગરબે રમવા જવું, પારકા ઘરે જવું, સખીના નિવાસમાં જવું, અને પતિનું પરદેશગમન થવું ઈત્યાદિ વ્યાપારો સ્ત્રીઓને પ્રાયઃ શીલખંડન કરનારા થાય છે. - ઇતિ ઉપદેશ પ્રાસાદે
* કલ્પવૃક્ષ માત્ર કલ્પિત વસ્તુને આપે છે. ચિંતામણી માત્ર ચિંતવેલી વસ્તુઓને આપે છે. પરંતુ જિનેન્દ્ર ધર્મ આગળ તે બને લઘુતાને પામે છે. મતલબ જિનધર્મ તે બે કરતાં ચડીયાતો છે. 1 x વિષ અને વિષય આ બન્નેમાં મોટું અંતર છે. વિષ તો ખાવાથી મારે છે, ત્યારે વિષય તો સ્મરણ માત્રથી મારે છે.
* જેણે આ બ્રહ્માંડ રૂપી ભાજનને બનાવવા માટે બ્રહ્માજીને કુંભાર કરેલો છે. વિષ્ણુ ને દશ અવતાર લેવાના મહાસંકટમાં નાંખ્યા છે. અને શિવને ખોપરીનું પાત્ર લઈ ભિક્ષાટન કરાવ્યું છે અને જે સૂર્યને દરરોજ આકાશમાં ભ્રમણ કરાવે છે. તે કર્મને નમસ્કાર થાઓ..! કર્મની કેવી બલિહારી?