________________
૨૪
શા સુધારસ વિવેચન - ભાગ-૧ મન શુદ્ધિને છોડીને જે મુક્તિ માટે તપ કરે છે તેઓ નાવને છોડીને ભૂજાઓ વડે મોટા સમુદ્રને તરવા ઈચ્છે છે. ભાઈ, સમુદ્ર તરવો હોય તો નાવની જરૂર પડશે જ. માટે મનઃ શુદ્ધિ રૂપી નાવમાં બેસીને ભવસાગર તરવાનું કામ આપણે કરીએ.
હવે ૧૨ ભાવનાનું વિવેચન કરવામાં આવશે.. अनित्य त्वाशरणते भव मेकत्व मन्यताम् अशौच माश्रवं चात्मन् संवरं परिभावये ॥७॥
कर्मणो निर्जरां धर्म सूक्ततां लोक पद्धतिम् S बोधि दुर्लभतामेतां भावयन् मुच्यसे भवात् ॥८॥
૧ અનિત્ય, ૨ અશરણ, ૩ સંસાર, ૪ એકત્વ, ૫ અન્યત્વ, અશૌચ ૭ આશ્રવ, ૮ સંવર, કર્મનિર્જરા, ૧૦ ધર્મ સુકૃત, ૧૧ લોક સ્વરૂપ અને ૧૨ બોધિ દુર્લભ આ બાર ભાવનાઓ છે. આ શ્લોક દ્વારા ફક્ત નામ બતાવ્યા છે. આખો ગ્રન્થ આ ભાવનાના વિસ્તારથી ભરેલો છે. અગાઉ જેમ જણાવ્યું કે શુદ્ધ અંતઃકરણમાં ભાવના રહે છે. અને ભાવના ન હોય તો શું થાય?
મૈત્રી ભાવના નથી તો કોઈ મનુષ્ય શત્રુ લાગે છે. પ્રમોદ ભાવના ન હોય તો ઈષ્યભાવ પેદા થાય છે. કરૂણા ભાવના ન હોય તો કોઈ પ્રત્યે ધૃણા ભાવ પેદા થાય. માધ્યચ્ય ભાવ ન હોય તો હેષ જાગે. અનિત્ય ભાવના ન હોય તો મમત્વ ભાવ જાગે. અશરણ ભાવના ન હોય તો દુષ્કૃત્ય કરીએ છીએ. સંસાર ભાવના ન હોય તો સંબંધોના બંધનમાં બંધાવાનું થાય છે. એકત્વ ભાવના ન હોય તો અનેકમાં સુખ લાગે છે. અન્યત્વ ભાવના ન હોય તો પરાયાને પોતાના માની દુઃખી થઈએ છીએ. અશુચિ ભાવના ન હોય તો શરીર પ્રિય લાગે છે. આશ્રવ ભાવના ન હોય તો પાપ-પુણ્યની વિચારણા થતી નથી. સંવર ભાવના ન હોય તો કર્મબંધથી અટકવાનો વિચાર નથી થતો. નિર્જરા ભાવના ન હોય તો તપ કરવાનો વિચાર નથી આવતો. ધર્મસુકૃત ભાવના ન હોય તો ધર્મ પુરૂષાર્થ કરવાની ઈચ્છા થતી નથી.