________________
૩૪
प्रातर्भ्रातरिहा वदातरुचयो ये चेतनाऽ चेतना द्रष्टा विश्वमनः प्रमोद विदुरा भावाः स्वतः सुन्दरा : तांस्तत्रैवदिने विपाक विरसान् हा नश्यतः पश्यत श्वेतः प्रेतहतं जहाति न भव प्रेमानुबन्धं मम.
અનિત્ય ભાવના
હે ભાઈ, જે ચેતન કે અચેતન પદાર્થો પ્રાત: કાળે શોભાયમાન હોય તે મનને પ્રસન્ન કરનારા છે. આહ્લાદક હોય છે. એજ પદાર્થો સાંજ સમયે વિરૂપ. નિસ્તેજ બની જાય છે. નાશ પામતા પદાર્થોને જોતા હોવા છતાં મારું મન જાણે પ્રેતથી હણાયેલ હોય તેમ રાગપ્રેમ-મોહના અનુબંધને છોડતું નયી...
જે પદાર્થો સવારે ગમે છે તે સાંજે અણગમતા બને છે. સવારે સ્વચ્છ કરેલ શરીર સાંજે ગંદુ થઈ જાય છે. સવારે ધોયેલા વસ્ત્રો સાંજે મેલા થઈ જાય. સવારે જે પ્રિય લાગે તે સાંજે અપ્રિય લાગે. જે વ્યક્તિના શબ્દો આજે ગમતા હોય તે જ શબ્દો કાલે ન ગમે. જેના પ્રત્યે મૈત્રી હોય તેના પ્રત્યે . શત્રુતા થઈ જાય.
પદાર્થોનું પરિવર્તન-વ્યક્તિઓનું પરિવર્તન રોજ થયા કરે છે. શબ્દ રૂપ-રસ-ગંધ-સ્પર્શ આદિ પદાર્થોમાં બદલાવ થયા કરે.
અશાશ્વત પદાર્થો પ્રત્યે પ્રેમ ન કરવો. એના પ્રત્યે રાગ કરવાથી દુઃખ જ આવે. પ્રેમ શાશ્વત-અપરિવર્તનશીલ પદાર્થ સાથે કરવો. શાશ્વત એવા પરમાત્મા પ્રત્યે તમે પ્રેમ કરો.
પણ આપણું મન અનિત્ય પદાર્થો પ્રત્યે પ્રેમ કરે છે કેમકે વાસનાના પ્રેતથી હણાયેલ છે. (પ્રેત હતઃ)
પ્રેત વળગે પછી જેમ વિવેકશૂન્ય બની જઈએ છીએ તેમ મન પણ ભૂતના વળગાડવાળું છે. વાસનાનો વળગાડ. અને એટલે જ આપણું મન આવા પદાર્થો પ્રત્યે જલદી ખેંચાઈ જાય છે.
માટે હવે વિવેક દ્રષ્ટિ ઉઘાડવાની જરૂર છે. મમત્વભાવ છોડવા માટે પરિવર્તનશીલ પદાર્થો અને વ્યક્તિઓ પ્રત્યે પ્રેમ રાગ છોડો.
પુત્ર પ્રત્યે તમને પ્રેમ હોય પણ એ જ્યારે તમારું કહ્યું ન માને તો દ્વેષ થઈ જાય. બે મિત્ર વચ્ચે પરસ્પર મિત્રતા હોય પણ વચ્ચે સ્વાર્થ આવી જાય તો શત્રુ બનતા પણ વાર લાગતી નથી. એજ મુજબ ભાઈ-ભાઈ, બહેન,